તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:શહેરા સમગ્ર શિક્ષા દ્વારા હિન્દી અને અંગ્રેજી વિષયનો TLM વર્કશોપ યોજાયો

શહેરા6 દિવસ પહેલા
 • કૉપી લિંક

શહેરા તાલુકાના શિક્ષકોનું હિન્દી અને અંગ્રેજી સાહિત્ય ક્ષેત્રે વિશ્વમાં પોતાનું યોગદાન અર્પતા રહે અને બાળકોના માટે ધ્યેય લક્ષી શિક્ષણ બની રહે તેમજ સમાજમાં હિન્દી અને અંગ્રેજી ભાષાનું મહત્વ અને તેની લાક્ષણિકતાઓ શિક્ષણ સમાજ સુધી વધુમાં વધુ પહોંચાડવા બી.આર.સી.કો.ઓર્ડીનેટર ડૉ.કલ્પેશ આર.પરમારના માર્ગદર્શન હેઠળ શહેરા સમગ્ર શિક્ષા દ્વારા હિન્દી અને અંગ્રેજી વિષયનો TLM વર્કશોપ બી.આર.સી.ભવન શહેરા ખાતે યોજાયો હતો.

જેમાં 44 જેટલા ઉત્સાહી અને નવતર પ્રયોગ કરનાર શિક્ષકો હાજર રહી વિવિધ પ્રકારના કાચા મટિરિયલનો ઉપયોગ કરીને બાળકોની અધ્યયન નિષ્પત્તિ આધારે વધુ સરળતાથી શિક્ષણ આપવામાં માટે અંગ્રેજી અને હિન્દી વિષયના TLMનું નિર્માણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પ્રત્યેક જૂથ દ્વારા તેની અધ્યયન નિષ્પત્તિ સાથે વિગતો સમજવવામાં આવી. આ પ્રસંગે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી વિનોદભાઈ પટેલ, સી.આર.સી.કો.ઓર્ડીનેટર જયપાલસિંહ બારીઆ સહીત અન્ય મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા. TLM વર્કશોપથી તમામ પ્રાથમિક શાળાના શિક્ષકોને પ્રેરણા અને માર્ગદર્શન મળશે અને બાળકોની TLM ના માધ્યમથી અધ્યયન નિષ્પતિઓ સરળતાથી સિદ્ધ કરી શકાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો