તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોમી એકતાનું ઉદાહરણ:શહેરા મુસ્લિમ સમાજના યુવાનોએ કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું

શહેરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોના સંક્રમિત હિન્દુ મહિલાની અંતિમવિધિમાં જોડાયા

શહેરાના પુષ્પાબેન નંદુભાઈ કડીયા નામની વૃદ્ધ મહિલા કોરોના સંક્રમિત થતાં શહેરાના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કોવિડ કેર સેન્ટરમાં સારવાર માટે દાખલ કર્યા હતા, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન મોત થયું હતું, આ વૃદ્ધાનું મોત થતાં તેમની અંતિમ વિધિ માટે મૃતદેહને સ્મશાન ખાતે લઈ જવા માટે કોઈ તૈયાર ન હતું એવામાં આ વૃદ્ધાના પુત્ર નામે અલ્કેશના મુસ્લિમ સમાજમાંથી આવતા 4 મિત્રો મિત્રની મદદ માટે આગળ આવ્યા હતા.

મુસ્લિમ મિત્રોએ હિન્દૂ મિત્રની કોરોનાથી મૃત્યુ પામેલ ૬૫ વર્ષીય વૃદ્ધ માતાના મૃતદેહને બેડ પરથી ઉંચકીને ગાડીમાં મુક્યો હતો, ત્યારબાદ મરડેશ્વર પાસે સ્મશાન ગૃહ ખાતે લઈ જવાયો હતો.ત્યાં મિત્રો દ્વારા વૃદ્ધાના મૃતદેહને ચિતા પર મુક્યો હતો, ત્યારબાદ પુત્ર દ્વારા માતાને અગ્નિદાહ આપ્યો હતો. આમ મુસ્લિમ સમાજના યુવાનોએ હિન્દુ મિત્રની મદદ કરી કોમી એકતાના પણ દર્શન કરાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...