તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના બેકાબૂ:શહેરામાં હાટ બજાર ભરાતાં પાલિકાનો સપાટો

શહેરા4 મહિનો પહેલા
  • કૉપી લિંક

સમગ્ર રાજ્યમાં દિવાળી બાદ કોરોના કેસોની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે કોરોના સંક્રમણ ફેલાતું અટકાવવા સાવચેતીના ભાગરૂપે શહેરા નગરમાં શનિવારના રોજ ભરાતું હાટ બજાર બંધ રાખવા નગરપાલિકા તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો. તેમ છતાં શનિવારના રોજ નગરના બાયપાસ રોડ ઉપર પશુઓનું વેચાણ કરતા વેપારીઓની રેકડીઓ લાગી હતી. જ્યારે બસ સ્ટેન્ડથી મેઈન બજાર તરફ જતા રોડ નજીક કાપડનો વેપાર કરતા વેપારીઓની પણ રેકડીઓ લાગી હતી. જેમાં વેપારીઓ અને ખરીદી માટે આવેલા લોકો સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક વગર જોવા મળ્યા હતા. જોકે પાલિકા તંત્રનો આદેશ છતાં હાટ બજાર ખુલ્લુ રહેતા નગરપાલિકાના એન્જિનિયર જીગ્નેશ શાહ અને સેનેટરી ઈન્સ્પેક્ટર જીતેન્દ્રસિંહ રાઠોડ સહિતની ટીમ દ્વારા આદેશનું પાલન નહીં કરનારા વેપારી સામે કાર્યવાહી કરવામાં આવી હતી. જેને લઈને હાટ બજારમાં નાસભાગ મચી હતી અને પાલિકા તંત્ર દ્વારા વેપારીઓને રૂ.15 હજારનો દંડ ફટકાર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો