બાળકીનું માતા સાથે મિલન:ઘરકંકાસમાં સવા માસની બાળકીને પિતા પાસે છોડી માતાએ પિયરની વાટ પકડી

શહેરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
શહેરા પોલીસે બાળકી ને માતા સાથે મિલન કરાવ્યું. - Divya Bhaskar
શહેરા પોલીસે બાળકી ને માતા સાથે મિલન કરાવ્યું.
  • સવા માસની બાળકીને ફરીથી માની હૂંફ મળી

બનાવની પોલીસ પ્રાપ્ય વિગતો અનુસાર 14મી ઓક્ટોબર ગુરુવારના રોજ એક માણસ મોડી રાત્રે પોલીસ મથકની આજુબાજુ પોતાના હાથમાં એક નાનું બાળક તેડી આંટાફેરા મારી રહ્યો હતો. જે વસ્તુ સીસીટીવી કેમેરામાં આવતા પોતાની ચેમ્બરમાં બેઠેલા પીઆઈ નીતિન ચૌધરીને ધ્યાને આવ્યું હતું અને માણસને અંદર બોલાવ્યો હતો અને હકીકત જાણવાની કોશિશ કરી હતી કે હાથમાં રહેલું બાળક કોનું છે અને તે કેમ રડી રહ્યું છે ?

પૂછપરછમાં માણસે પોતે શહેરા તાલુકાના સદનપુર ગામનો ગણપત લક્ષ્મણભાઇ પગી હોવાનો અને પત્ની સાથે ઘરકંકાસ થતાં તેની દીકરી 1 માસ અને 10 દિવસની છે તેને તરછોડી પોતાના પિયર નાંદરવા ચાલી ગઈ છે. બાળકી ફક્ત સવા માસની હોવાના કારણે માતાના ધાવણની જરૂર હોવાના કારણે રડી રહી હોવાની કેફિયત રજૂ કરી હતી. બનાવની નજાકતને સમજતા પીઆઈએ તાત્કાલિક એક મહિલા પોલીસને બોલાવી તેને માતૃસભર પ્રેમ આપવામાં આવ્યો હતો અને નાંદરવા આઉટ પોસ્ટના જમાદાર સાથે સંકલન સાધી વહેલામાં વહેલી તકે બાળકીની માતાનું ઘર શોધવા માટેની સૂચના આપવામાં આવી હતી.

બાળકીની માતાની ભાળ મળતાં સરકારી વાહનમાં નાંદરવા પહોંચી સવા માસની બાળકીનું તેની માતા સાથે મિલન કરાવી માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. સાથે જ પતિ-પત્ની વચ્ચે ઘરકંકાસ થયો હતો તેમાં સમજાવટ કરી બંનેનું સમાધાન કરાવ્યું હતું. પોલીસ અધિકારીની સમય સૂચકતાના કારણે એક સવા માસની બાળકીને ફરીથી માતાની હૂંફ મળી હતી.

અન્ય સમાચારો પણ છે...