ગ્રામજનોમા ખુશીનો માહોલ:કાચબાની વધુ વસ્તીને પગલે પાનમ નદીના પટમાં રેતીની લીઝ બંધ કરાઈ

શહેરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નદીના પટમાં નરમ કવચના કાચબા મોટી સંખ્યામાં રહે છે

શહેરા તથા મોરવા(હ) તાલુકાના રેતીની લીઝ જિલ્લા કલેકટર દ્વારા ભાડા પેટે ભાડે આપવામાં આવી હતી. જેમાં છેલ્લા કેટલાક સમયથી ગેરકાયદેસર રીતે રેતી ખનન કરાતા ભુમાફીયાઅોને જિલ્લા ભૂસ્તર શાસ્ત્રી દ્વારા પકડી પાડવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે જિલ્લા કલેકટરને શહેરા તાલુકાના પૂર્વપટ્ટીના પર ચાલી રહેલા ગેરકાયદેસર રેતી ખનન માટે ગ્રામજનો દ્વારા અરજીઓ પણ કરવામાં આવી હતી. જેના અનુસંધાને જિલ્લા કલેકટર દ્વારા તેની તપાસ નાયબ વન સંરક્ષણ અધિકારી દ્વારા કરાતા નદીના પટમાં નરમ કવચના કાચબાની વસ્તી ધરાવતી હોવાના કારણે આ બિઝનેસને બંધ કરવાના આદેશ આપવામાં આવ્યા હતા.

જેમા શહેરા તાલુકાના બોરીયાવી અને નાડા જ્યારે મોરવા(હ) તાલુકાના કેલોદ, બામણા, મેખર ગામમાં ચાલતી લીઝોને જિલ્લા કલેકટર સુજલ માયાત્રા દ્વારા બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. જેના કારણે ગ્રામજનોમા ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...