તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મર્ડર ફોલોઅપ:સંભાલીમાં ખૂની ખેલના હત્યારાની કોરોનાના ટેસ્ટ બાદ ધરપકડ કરાશે

શહેરા13 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ડબલ મર્ડર કર્યા છતાં કોઇ પસ્તાવો નહીં
 • નજીવી વાતે સગા ભત્રીજાએ જ કાકા-કાકીની હત્યા કરી હતી

શહેરા તાલુકાના સંભાલી ગામે નાયક ફળિયામાં શનિવારની રાત્રીએ જમવા માટેના લાકડા ન કાપવા બાબત કાકા કાકીએ અનાથ ભત્રીજાને ઠપકો આપ્યો કે લાકડા નહિ કાપુ તો ખાવાનું નહિ મળે, જે બાબતની રિષ રાખી હત્યારા ભત્રીજા જયંતિએ લગ્ન પ્રસંગે ફળિયાના અન્ય લોકો બહારગામ ગયા હતા.

ત્યારે શનિવારની રાત્રીના કોઈપણ સમયે પોતાની પાસે રહેલી કુહાડી વડે તેના કાકા કાકી જે ખાટલામાં સૂતા હતા ત્યાં જ આડેધડ ઘા મારી નિદ્રાધીન દંપતીને ચીર નિંદ્રામાં સુવડાવી દીધા હતા અને ખૂની ખેલને અંજામ આપી ત્યાંથી ભાગી છૂટ્યો હતો પરંતુ ગામવાળાની સજાગતાના કારણે તેને કેનાલ પાસેથી પકડી પાડવામાં આવ્યો હતો અને પોલીસ ન આવી ત્યાં સુધી તેને બાંધી રાખી પોલીસ આવતા સોંપવામાં આવ્યો હતો.પોલીસે રવિવારના રોજ કોવિડ-19ની માર્ગદર્શિકા મુજબ તેનો રેપીડ તેમજ અન્ય ટેસ્ટ માટે મોકલી આપી નિદાન પછી તેની ધરપકડ કરવામાં આવશે. સાથે જ એફ.એસ.એલ પણ ત્યાં પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો