દાવાનળ:શહેરાના આકડીયા જંગલમાં અચાનક આગ લાગતા વનવિભાગ દ્વારા આગને કાબુમાં લેવાઇ

શહેરા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઉનાળાની શરૂઆત થતાં આકાશમાંથી અગ્નિ વરસાવતી ગરમી,સાથે જ જંગલ વિસ્તાર પણ ગરમીને કારણે સૂકા ભઠ્ઠ જોવા મળતા હોય છે, ઉનાળામાં જંગલમાં આગ લાગવાની ઘટનાઓ પણ બનતી હોય છે. ત્યારે શહેરાના આંકડીયાના જંગલમાં આગ લાગતા ધૂમાડાના ગોટેગોટા જોવા મળતા હતા.

આ બનાવની જાણ સ્થાનિકો દ્વારા શહેરા વનવિભાગને કરવામાં આવતા વનવિભાગના કર્મચારીઓએ જ્યાં આગ લાગી હતી તે જંગલ વિસ્તારમાં પહોંચી લાગેલ આગને બુજાવવાની કામગીરી હાથ ધરતા જંગલમાં આગને કાબુમાં લેવાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...