વિશ્વ ટપાલ દિવસ:શહેરા પોસ્ટ વિભાગ રોજ 1500 ટપાલો ઘરઘર સુધી પહોંચાડે છે

શહેરા6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 9 ઓક્ટોમ્બરના દિવસે વિશ્વ ટપાલ દિવસ ઉજવાય છે

9 ઓક્ટોમ્બરનો દિવસ વિશ્વ ટપાલ દિવસ તરીકે ઉજવાય છે. આજનો યુગ મોબાઈલ યુગ માનવામાં આવે છે. આ બધાની વચ્ચે પણ ભારત સરકારનો ટપાલ વિભાગ અડીખમ રહીને ઘરઘર સુધી ટપાલ પહોચાડવાનુ કામ કરી રહ્યો છે. ટપાલ વિભાગના ગ્રામીણ ડાકસેવકો ગ્રામ્ય વિસ્તારોમાં ટપાલ પહોચાડવાનુ કામ કરે છે. શહેરા તાલુકા મથકે અણિયાદ ચોકડી વિસ્તારમાં એસ.ઓ. પોસ્ટ ઓફિસ આવેલી છે.અહી સવારના સમયમાં અન્ય જગ્યાએથી આવેલી ટપાલોને અલગ અલગ કરીને જરૂરી સરનામે પહોચાડવામાં આવે છે.

શહેરા તાલૂકાનાં 23 ટપાલવિભાગની ગ્રામ્ય પોસ્ટ ઓફિસો આવેલી છે. જ્યાથી ટપાલો ગ્રામ્ય વિસ્તાર સુધી પહોંચે છે. જેમાં મનીઓર્ડર, સામાયિકો, સાપ્તાહિકો, રજીસ્ટર્ડ એડી.સ્પીડ પોસ્ટ, સાદી ટપાલ પહોંચાડવાનું કામ કરવામા આવે છે. સાથે અહી ગંગાજળ પણ મળી આવે છે. 30 રૂપિયામાં આપવામાં આવે છે. ગોલ્ડ બોન્ડની સુવિધા પણ મળી રહે છે. શહેરા પોસ્ટ ઓફિસ ખાતે પેમેન્ટ બેંકની પણ સુવિધા ઉપલબ્ધ છે. આજના આધુનિક કોમ્પ્યુટર અને વોટસએપના જમાનામાં પણ ટપાલ વિભાગ અડીખમ કામ કરે છે.અને જનતાના સંદેશા એકબીજા સુધી પહોંચાડવાનુ કામ કરે છે.

અન્ય સમાચારો પણ છે...