તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:બીલીથામાં પત્નીને મારનાર પતિનો મૃતદેહ કૂવામાંથી મળ્યો

શહેરા6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પત્નીની હત્યા કર્યાનું લાગી આવતાં મોતને વહાલું કર્યું
  • 3 દિવસ અગાઉ તીક્ષ્ણ હથિયાર વડે પત્નીની હત્યા કરી હતી

શહેરાના બીલીથા ગામે રહેતા રતીલાલ ચતુરભાઈની છોકરીના તેઓની સાળીના છોકરા સાથે આડાસંબંધ હોવાની વાતો સમાજમાં થતી હોવાને લઈને રતીલાલે સમાજનું પંચ સેવાલીયા ખાતે ભેગુ કર્યું હતું. જેમાં સાળી, સાઢુ ભાઈ અને તેનો છોકરો સમાજના પંચમાં નહીં આવતા આ બાબતની અદાવત રાખી રતીલાલ ચતુરભાઈએ ત્રણ દિવસ અગાઉ કોઈ તીક્ષ્ણ હથિયાર પોતાની પત્ની નંદાબેનને ગળાના ભાગે મારી દઈ હત્યા કરી હતી ત્યારબાદ ફરાર થઈ ગયો હતો.

સમગ્ર મામલે રતીલાલ સામે શહેરા પોલીસ મથકે હત્યાનો ગુનો નોંધાયો હતો. ત્યારે પત્ની હત્યા કરી ફરાર થયેલ હત્યારા પતિ રતીલાલનો મૃતદેહ રવિવારે સાંજના સમયે ગામના હડકાય માતાના મુવાડા ફળિયામાં તેઓના ઘરથી થોડે દૂર આવેલ કૂવામાંથી મળી આવ્યો હતો. ઘટનાની જાણ શહેરા પોલીસને થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતક રતિલાલના મૃતદેહને કૂવામાંથી બહાર કઢાવી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જોકે પોતાની પત્નીની હત્યા કરી હોવાનું રતીલાલને મનમાં લાગી આવતાં તેણે કૂવામાં પડતું મુકી મોતને વ્હાલું કર્યું હોવાનું બહાર આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...