તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
શહેરા તાલુકામાં અવેધ રીતે ઈંટોના ભઠ્ઠાના વ્યવસાયનું વ્યવસ્થિત એક નેટવર્ક ચાલી રહ્યુ છે, તાલુકામાં ચાલી રહેલા બિલાડીના ટોપની માફક ફેલાયેલા સામ્રાજ્યમાં કદાચિત માંડ બે ત્રણ જેટલા ભઠ્ઠા સરકારની મંજુરીથી ચાલતા હશે. ખાણ ખનીજ તેમજ અન્ય સંબંધિત તંત્ર ધરાર અવગણના કરી રહ્યું હોય અથવા તો પછી તેઓને પૂરતા પ્રમાણમાં પ્રોટીન મળતું હોય એવું લાગી રહ્યું છે. જવાબદાર તંત્રની મીઠી નજરના કારણે તાલુકામાં જોવા જઈએ તો રોજ સવાર પડે અને એક અવેધ ઈંટોના ભઠ્ઠાનું નિર્માણ અસ્તિત્વમાં આવે છે અને કોઈપણ પ્રકારના ભય વગર તેઓ ધંધો કરતા માલુમ પડે છે.
તો કેટલાક કિસ્સામાં ખેડૂતની જમીન ગીરો રાખી ત્યાં ભઠ્ઠા ચાલુ કરી દેવામાં આવે છે. સરવાળે આસપાસમાં આવેલા ખેતરોમાં ઉભા થયેલા પાકને નુક્શાન થતું હોવાની બૂમો ઉઠવા પામી છે. શહેરા તાલુકામાં 50થી પણ વધુ ઈંટોના ગેરકાયદેસર ભઠ્ઠા હાલમાં ચાલી રહયા છે તો શું સંબંધિત તંત્ર દ્વારા તેઓની આંખ આડા કાનની વૃત્તિને ફગાવી ચલિત અવસ્થામાં આવી ગેરકાયદેસર ઈંટોના ભઠ્ઠા માલિકો સામે કોઈ પગલાં ભરવામાં આવશે કે કેમ તેવી ચર્ચા થઇ રહી છે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.