તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પશુપાલકોની માંગ:પશુઓમાં નાના ગુમડાનો શંકાસ્પદ રોગ ફેલાયો : એક ગાય મોતને ભેટી

શહેરા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
શહેરાના વાડી તથા વલ્લભપુર ગામે પશુઓમાં ફોલ્લા જેવા નાના ગુમડાનો જોવા મળેલ શંકાસ્પદ રોગ. - Divya Bhaskar
શહેરાના વાડી તથા વલ્લભપુર ગામે પશુઓમાં ફોલ્લા જેવા નાના ગુમડાનો જોવા મળેલ શંકાસ્પદ રોગ.
  • વાડી અને વલ્લભપુરમાં ફોલ્લા જેવા શંકાસ્પદ રોગથી ભય
  • પશુ ચિકિત્સક દ્વારા મુલાકાત લેવાય તેવી પશુપાલકોની માગ

શહેરા તાલુકાના વાડી અને વલ્લભપુર ગામ ખેતી અને પશુપાલન પર નભતું ગામ છે. આ બે ગામમા મળી અંદાજીત 1000થી 1500 જેટલા પશુઓ હોવા સાથે અહીંના પશુપાલકો ડેરીમા દૂધ ભરતા હોય છે. પશુપાલકોના અમુક પશુઓમાં શંકાસ્પદ રોગ જોવા મળતા પશુપાલકો ભારે ચિંતિત થઈ ઉઠયા છે. જેમા પશુઓની પીઠ પર ફોલ્લા જેવા નાના ગુમડાઓ ઉપસી આવ્યા છે. આ ભેદી રોગમાં શરૂઆતમાં પશુને એક બે નાના ગુમડા થયા બાદ આખા શરીરમાં ફેલાય છે.

હાલતો વાડી અને વલ્લભપુર ગામમાં પશુઓને આવો રોગ થતા પશુપાલકો ભારે ચિંતિત થઈ ઉઠવા સાથે પશુ દવાખાના પશુ ડોક્ટર દ્વારા ગામની મુલાકાત લઈને પશુઓની તાત્કાલિક સારવાર કરવામાં અાવે તેવી માંગ ઉઠી છે. જ્યારે શંકાસ્પદ રોગથી નવી વાડી ગામ ખાતે રહેતા પશુપાલક કાળાભાઈ માછીની ગાયનુ મોત થતા અન્ય પશુપાલકો પોતાના પશુઓની ચિંતામાં ભારે ગરકાવ થઈ ગયા છે. આ ગામ સહિત અન્ય ગામોમાં આ રોગથી વધુ પશુઓના મોત થાય તે પહેલા પશુ ડોક્ટર દ્વારા આ બાબતને ગંભીરતાથી લઈને પશુઓની વિઝીટ લેવામાં આવે તે અત્યંત જરૂરી બન્યું છે.

વધુમાં ગામના સામત સિંહ સોલંકી સહિતના પશુપાલકો જણાવી રહ્યા છે કે આ નવો રોગ ભેંસ કરતા ગાયમા વધુ જોવા મળી રહ્યો છે. આવી પરિસ્થિતિ હોવા છતાં પશુ ડોક્ટર દ્વારા અહીંની મુલાકાત લેવામાં પણ આવી નથી. વાડી સહિતના અન્ય ગામોમાં પણ હાલ પશુઓમાં આવો રોગ જોવા મળી રહયો હોય ત્યારે પશુ ડોક્ટર દ્વારા અલગ અલગ ટીમો બનાવીને ગામોની મુલાકાત લેવામાં આવે તો વેળાસર પશુઓમાં ફેલાઈ રહેલા રોગચાળાને અટકાવી શકાય,અને પશુપાલકો રાબેતા મુજબ પોતાના દુધાળા ઢોર નું દૂધ ડેરીમાં જમા કરાવી શકે.

અન્ય સમાચારો પણ છે...