માંગ:નાડામાં નાણાંપંચના આયોજનો રદ કરવા ડે.સરપંચ સહિતનાની TDOને રજૂઆત

શહેરા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 14માં નાણાપંચના બચતનું 15માં નાણાંપંચમાં આયોજન કરાયું
  • સભ્યોને વિશ્વાસમાં ન લેતા નવા આયોજનની માંગ

પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના નાડા ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ અજમેલભાઇ શનાભાઇ પટેલ સહિત પંચાયતના સભ્યો દ્વારા શહેરા તાલુકા પંચાયત કચેરીના તાલુકા વિકાસ અધિકારીને સરપંચ વિરુદ્ધ લેખિત રજુઆત કરવામાં આવી છે, આ લેખિત રજુઆત જણાવ્યું છે કે નાડા ગ્રામ પંચાયતમાં 14 માં નાણાં પંચની બચત રહેતી તમામ રકમને નવિન 15 માં નાણાં પંચના આયોજન બાબતે આયોજન થાય છે, તેમાં ગ્રામ પંચાયત સરપંચના પતિ મનસ્વી રીતે આયોજન કરે  છે જે બાબતે સભ્યોને પણ વિશ્વાસમાં લેવામાં આવ્યા નથી.

સાથે જ ગ્રામ પંચાયતમાં ઓનલાઈન થયેલ પ્રધાનમંત્રી આવાસમાં ઘર વિહોણા લાભાર્થીઓ સાથે અદેખાઈ રાખી આવાસથી વંચિત રાખવામાં આવતા હોય છે, તેમજ ગ્રામ પંચાયત સભ્યોએ એવો પણ ઉલ્લેખ કર્યો છેકે અમો અગાઉ સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત લાવ્યા હતા જેના કારણે સરપંચના પતિ દ્વારા અમારી જોડે અન્યાય કરવામાં આવે છે. સરપંચના પતિ ગામના ગરીબ લાભાર્થીઓને લાભ ન મળે તેવું આયોજન કરે છે અને સભ્યોની રજુઆતોને ધ્યાને લેતા નથી અને પોતાની મનસ્વી રીતે નિર્ણય લેવામાં આવે છે. જે બંધ થવા તેમજ સભ્યોને વિશ્વાસમાં લીધા પછી નવિન આયોજન થાય તેવી માંગણી કરવામાં અાવી  છે

અન્ય સમાચારો પણ છે...