અનોખી પહેલ:શહેરાના શિક્ષકો દ્વારા ધો. 1-2માં અપાતું પ્રવૃત્તિમય શિક્ષણ, કોરોનામાં શિક્ષકોની અનોખી પહેલ

શહેરા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

શહેરા તાલુકાના શિક્ષકો દ્વારા હોમ લર્નિંગ કાર્યક્રમ દરમિયાન ધો.1-2ના વિદ્યાર્થીના ઘરે જઈ રમતની જોડે વિવિધ પ્રવૃત્તિઓના આધારે શિક્ષણ આપે છે. શહેરા બીઆરસી કૉ.ઓર્ડી. ડૉ.કલ્પેશ પરમાર તથા પ્રજ્ઞા બીઆરસી.નરેન્દ્રકુમાર બારીયાના માર્ગદર્શન હેઠળ કર્મચારીઓ તથા તાલુકાના 22 ક્લસ્ટરના શિક્ષકો સોશિયલ ડિસ્ટન્સ રાખી તાલુકાની 17 શાળાઓમાં ધોરણ ૧ અને ૨ ના બાળકો માટે તારીખ ૨૩ નવેમ્બર થી ૧૧ ડિસેમ્બર સુધી શિક્ષકોને વ્યક્તિગત પ્રવૃત્તિ મય શિક્ષણનો રિફ્રેશ મેન્ટ વર્કશોપ ચાલું કરવામાં આવ્યો છે. જેમાં પ્રજ્ઞા અભિગમ, તેના ફેરફારો, સમૂહ કાર્ય ૧ અને ૨, મારો દિવસ, રમે તેની રમત, વિવિધ પ્રવૃતિઓ અને દીક્ષા એપની લિંકનો ઉપયોગ કરી શૈક્ષણિક બાબતો સંદર્ભે બાળકોના ઘરે જઈ પ્રજ્ઞા આપવામાં આવશે. બાળકો અને વાલીઓની મુલાકાત દરમિયાન તમામ શિક્ષકો કોવિડ - ૧૯ ની જાગૃતિ સંદર્ભે માર્ગદર્શન આપી સંકમણ રોકવા પ્રયત્નશીલ રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...