તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:શહેરાના ગ્રામીણ વિસ્તારની એસ.ટી. બસોના રૂટો બંધ કરાયાં

શહેરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાથી ઓછા પેસન્જર મળતાં હાલમાં બસો બંધ કરાઇ
  • આવક ઘટતા એસટી વિભાગ દ્વારા બંધ કરવાનો નિર્ણય

| દેશભરમાં હાહાકાર મચાવનાર કોરોના વાઈરસને કારણે તેની વ્યાપક અસર ગુજરાતની સલામતીની સવારી ગણાતી એસટી બસ સેવા ઉપર પણ પડતા એસટી સેવા બંધ કરી દેવાઇ હતી. પણ હાલમાં નીતી નિયમો સાથે ચાલુ કરી દેવામા આવી છે. જેના કારણે આમ આદમીને મુસાફરી કરવા માટે તકલીફના પડે પણ કોરોના વાયરસના ભયને કારણે લોકોએ સલામતીની સવારીમાં બેસવાનુ ઓછુ કરી દેતાં લુણાવાડા ડેપોની બસો જે શહેરાથી તાલુકાના ગ્રામીણ વિસ્તારમા ચાલતી એસટી બસોના બધા રૂટો બંધ કરવાની એસ,ટી વિભાગને ફરજ પડી છે.

લુણાવાડા ડેપોની બસો જે શહેરાના ગ્રામીણ વિસ્તારમાં ફરતી હતી તેને બંધ કરી દેવાની ફરજ પડી છે આ બંધ કરાયેલી લોકલબસોના મામલે લુણાવાડા ડેપો મેનેજરને પુછતા જણાવ્યુ હતુ કે આવક ઓછી આવાના કારણે આ બસો બંધ કરી દેવામાં આવી છે. આ બસો બંધ કરી દેવાથી લોકોને હાલાકીનો પણ સામનો કરવો પડી રહ્યો છે. તેમા કોઈ બેમત નથી. જેથી એસટી વિભાગ દ્વારા આ રૂટો ચાલુ કરવામાં આવે તેવી શહેરા તાલુકાના પ્રજાજનોની માંગ છે

અન્ય સમાચારો પણ છે...