તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચુંટણી:શહેરા પાલિકાની 24 સીટો પૈકી 19 સીટો પર નવા ચહેરાને સ્થાન

શહેરા25 દિવસ પહેલા
 • કૉપી લિંક

શહેરા નગરપાલિકા મા આ વખતે ભાજપે યુવા ઉમેદવારોને સ્થાન આપવામાં આવ્યું છે જેમાં વોર્ડ નંબર 1 માં ગત ટર્મના ઉમેદવારોમાંથી 3 ઉમેદવારોની બાદબાકી કરી છે. સાથે ભાજપે ગત ટર્મ ના ઉમેદવારની પત્નીને ટિકિટ આપવામાં આવી છે.વોર્ડ નંબર ૨માં 4 નવા ચહેરા,વોર્ડ નં ૩ માં ૩ ઉમેદવારો રિપીટ કરાયા છે .વોર્ડ નંબર ૪ માં ત્રણ નવા ચહેરા છે તો એક ને રિપીટ કરવામાં આવ્યા છે.વોર્ડ નંબર ૫ માં પણ ત્રણ નવા ચહેરા અને એક રિપીટ કરવામાં આવ્યો છે તે જ રીતે વોર્ડ નંબર ૬માં તમામ ચાર નવા ઉમેદવારોને ઉતારવામાં આવ્યાં છે.

જ્યારે કે તાલુકા પંચાયતની ૩૦ બેઠકો પૈકી ૨૬ બેઠકો પર નો રિપીટ થિયરી અપનાવતા ૨૬ નવા ચહેરા ઉતાર્યા છે જ્યારે ધાંધલપૂરની બેઠકમાં પત્નીની જગ્યાએ પતિને ટિકિટ અપાઇ છે. ખોજલવાસા બેઠક માટે ગત ટર્મમાં પુત્રવધૂને ટિકિટ અપાઇ હતી. આ વખતે એજ બેઠક પરથી સસરાને ચૂંટણી લડશે.ઉમરપુર બેઠક પરથી ગત ટર્મમાં સસરા ચૂંટણી લડયા આ વખતે પુત્રવધુને ટિકિટ અપાઇ છે.

ધારાપૂર બેઠકમાં ગત ટર્મમાં પત્ની ચૂંટણી લડયા હતા ત્યાં આ વખતે તેમના પતિદેવ પોતાનું નસીબ અજમાવી રહયા છે. આમ એકંદરે જોઈએ તો તાલુકા પંચાયતની માત્ર ચાર બેઠકો પરજ સગાવાદ ચાલ્યો છે બાકી જિલ્લા પંચાયતની સાતે બેઠકો પરથી તમામ નવા ચહેરાઓને તક આપવામાં આવી છે.

વોર્ડ નંબર 1

નયનાબેન હિતેશકુમાર પરમાર

ઉર્મલિાબેન નરેન્દ્રકુમાર નાયકા

રૂપસિંહ અમરસિંહ બારીઆ

હિમ્મતસિંહ જેસિંગભાઇ પગી

વોર્ડ નંબર 2

ઉષાબેન મહેન્દ્રકુમાર પગી

રચનાબેન જિગ્નેશકુમાર શાહ

મહેન્દ્રસિંહ ચંદ્રસિંહ સોલંકી

શ્વેતકુમાર જિગ્નેશકુમાર પાઠક

વોર્ડ નંબર 3

કુરેશબીબી સલીમખા અંસારી

જુબેદાબીબી યુનુશ પોચા

મોહમદભાઇ હમીદભાઇ બેલીમ

જુનેદ ઇલ્યાશ લડબડ ( શેખ )

વોર્ડ નંબર 4

રમીલાબેન કમળસિંહ પટેલ

મધુબેન નટવરસિંહ પરમાર

વમિલકુમાર પરમાનંદ ખુસલાણી

હનીશ ભરતભાઇ મુલચંદાણી

વોર્ડ નંબર 5

શેહનાઝબીબી રઝિવાનખાન પઠાણ

શબનમબીબી અમીરખાન પઠાણુ

આમીનખાન અજીમખાન પઠાણ

મોહમદ ઇલિયાસ હબીબ શેખ

વોર્ડ નંબર 6

અમરતબેન જશવંતભાઇ પગી

ચંપાબેન બીજલભાઇ ૫ગી

નરેન્દ્રકુમાર લલ્લુભાઇ પરમાર

સુરેશકુમાર કાળુભાઇ બારીઆ

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો