કાર્યવાહી:ફાયર NOC વગરની પાલિખંડા સ્કૂલને પાલિકાએ સીલ માર્યું

શહેરા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
શહેરાની ફાયર એનઓસી વગરની પાલિખંડા પ્રા. શાળાને પાલીકાએ સીંલ કરી. - Divya Bhaskar
શહેરાની ફાયર એનઓસી વગરની પાલિખંડા પ્રા. શાળાને પાલીકાએ સીંલ કરી.
  • શાળા અને શહેરા શિક્ષણ વિભાગને નોટિસ આપતા કોઈ કાર્યવાહી નહીં

5મી ઓગસ્ટના રોજ શહેરા પાલિકા દ્વારા પાલિખંડા પ્રાથમિક શાળા ને ફાયર N. O. C અને બિલ્ડીંગ વપરાશ સર્ટિફિકેટ માટે નોટિસ આપવામાં આવી હતી જેમાં ગુજરાત હાઇકોર્ટ દ્વારા પી.આઈ.એલ નંબર 118-2020 તારીખ 15-12-20ના હુકમ અન્વયે શાળા સંચાલકો દ્વારા ફાયર NOC તથા બિલ્ડીંગ વપરાશ માટેનું સર્ટિફિકેટ મેળવવાનું થાય છે.

અને ન મેળવે તો રિજિયોનલ ફાયર ઓફિસર વડોદરાની સૂચનાથી તેઓની સામે કાર્યવાહી કરવામાં આવે જે અંતર્ગત ૧લી ઓક્ટોબરના રોજ ઈન્ચાર્જ ફાયર સેફટી અધિકારી જીતેન્દ્રસિંહ રાઠોડ તેમજ પાલિકાની અન્ય કર્મચારીઓની ટુકડી દ્વારા પાલીખંડા પ્રાથમિક શાળામાં ફાયર NOC તેમજ બિલ્ડીંગ વપરાશ માટેના સર્ટિફિકેટ ની તપાસ હાથ ધરાતા શાળા સંચાલકો ના કહેવા મુજબ ગ્રાન્ટના અભાવે તેઓ ફાયર NOC અને બિલ્ડીંગ વપરાશ નું સર્ટિફિકેટ મેળવી શક્યા નથી.

નોંધનીય છે કે 3-3 વખત પાલિકા દ્વારા લેખિતમાં જાણ કરવામાં આવી હોવા છતાં તેઓ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા પાલીખંડા પ્રાથમિક શાળાને શીલ મારવામાં આવ્યું હતું.પ્રાથમિક શાળાને શીલ મારવામાં આવતાં જેઓએ ફાયર NOC નથી મેળવી એવા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.શાળાને સીંલ વાગતાં શાળાના બાળકોનો અભ્યાસ બગડશે.

ફાયર માટે કોઇ ગ્રાન્ટ ફાળવી નથી
તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ચેતના પરમારને આ બાબતે પૂછતાં તેઓએ જણાવ્યું હતું કે ફાયર NOC માટે કોઈ અલાયદી ગ્રાન્ટ ફાળવવામાં આવી નથી. દોઢ લાખ ઉપરાંતનો આમાં ખર્ચો છે જે બાબતની જાણ જિલ્લા શિક્ષણાધિકારી વી.એમ.પટેલ ને કરવામાં આવી છે અને રાજ્ય સરકાર પાસે આ બાબતની ગ્રાન્ટ માંગવામાં આવશે જેથી કરી સત્વરે કામ ચાલુ કરાવી શકાય.

અન્ય સમાચારો પણ છે...