ડીડીઓની કાર્યવાહી:દલવાડા પંચાયતના સરપંચને હોદ્દા પરથી દૂર કરવાનો હુકમ

શહેરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શૌચાલયના કામોમાં ભ્રષ્ટાચાર કરતાં ડીડીઓની કાર્યવાહી

દલવાડા પંચાયતના સરપંચ વિક્રમસિંહ પગી સામે 2019માં સરકારની યોજનાઓ તેમજ શૌચાલયોના કામોમાં ભ્રષ્ટાચાર આચર્યોની રજૂઆત બાદ તે વખતના ટીડીઓના અહેવાલથી ડીડીઓ દ્વારા સરપંચ પદ પરથી વિક્રમસિંહ પગીને દૂર કરવાનો હુકમ કર્યો હતો. જેની સામે સરપંચ દ્વારા અધિક વિકાસ કમિ.ને અપીલ કરી હતી. જેના અનુસંધાને અપીલને અંશતઃ ગ્રાહ્ય રાખી ફેર તપાસ કરી ગુણદોષ પર નિર્ણય લેવા માટે હુકમ કર્યો હતો. જે બાદ ડીડીઓ દ્વારા શહેરા ટીડીઓને ફેર તપાસનો આદેશ કર્યો હતો.

ટીડીઓ દ્વારા ફેર તપાસ અહેવાલમાં પણ સરપંચને સરપંચ પદ પરથી દૂર કરવાનો અભીપ્રાય આપી ફેર તપાસણી દરમિયાન અન્ય ગેરરીતિઓ આચરીનું પણ જણાવ્યું હતું. જેમાં સરપંચ દ્વારા શૌચાલયના લાભાર્થીઓને શૌચાલય ન બનાવી આપી તેમજ એક જ પરિવારમાં શૌચાલયોનો લાભ આપી તેમજ પંચાયતના દહાડીયા રજીસ્ટરમાં તલાટીની સહી વિના નોંધ કરી નાણાં ચૂકવ્યા હોવાનું તેમજ વિકાસના કામો પૂર્ણ થયાનું સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર મેળવ્યા વગર નાણાં ચૂકવ્યા હોવાનું પણ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...