કોરોના વાઈરસ:નાથુજીના મુવાડા ગામેથી વધુ એક પોઝિટિવ કેસ

શહેરા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

શહેરા તાલુકાના નાથુજીના મુવાડા ગામની ૩૩ વર્ષની મહિલાનો પણ કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો હતો , આ મહિલા થોડા સમય અગાઉ જ અમદાવાદના ઓઢવ ખાતેથી પોતાના પિયર શહેરા તાલુકાના નાથુજીના મુવાડા ખાતે અનાજ લેવા માટે પોતાના પરિવાર સાથે આવી હતી, આ મહિલામાં પણ કોરોનાના લક્ષણો જોવા મળતા તેનું પણ સેમ્પલ લેવામાં આવતા તેનો રીપોર્ટ પોઝિટિવ આવતા તેને ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ રાખવામાં આવી છે.

 ત્યારબાદ આરોગ્ય વિભાગ દ્વારા મહીલાના પિયરીયાઓના રિપોર્ટ ટેસ્ટ માટે મોકલ્યા હતા, તેમાંથી  નાથજીના મુવાડા ગામે કોરોના પોઝિટિવ આવેલી મહિલાની 50 વર્ષીય માતા નાનાબા લક્ષ્મણસિંહનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે, આમ શહેરા તાલુકાના એક જ ગામમાં બે પોઝિટિવ કેસ મળી આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...