તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:ભદ્રાલામાં મકાન પાછળથી એક લાખનો દારૂ ઝડપાયો

શહેરા8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જોકે મહિલા બુટલેગર પોલીસ પકડથી દૂર

શહેરા પોલીસ મથકના ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટરએ એન.એમ.પ્રજાપતિને બાતમી મળી હતી કે ભદ્રાલા ગામની લીસ્ટેડ બુટલેગર સુખીબેન ઉર્ફે કોકિલાબેન ભારતભાઈ ચૌહાણ પોતાન રહેણાંક મકાનમાં વિદેશી દારૂનો જથ્થો છૂપાવી રાખી ધંધો કરે છે. બાતમીના આધારે ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટરની સૂચનાથી પોલીસ સબ ઈન્સ્પેકટર એલ.એસ.પટેલ અને પોલીસ સબ ઈન્સ્પેકટર એન.આર.ઢોડીયા સહિતના પોલીસ સ્ટાફે ભદ્રાલા ગામે આવેલ પાણીની ટાંકી સામે રહેતી લિસ્ટેડ મહિલા બુટલેગરના રહેણાંક મકાનમાં રેડ કરતા મકાનમાં કોઈ હાજર ન હતું.

પરંતુ મકાનની પાછળ ઘાસની ગંજીમાં તપાસ કરતા ઘાસની ગંજીમાંથી છૂટી છવાયી અને પેટીઓમાં ભરેલ 659 નંગ વિદેશી દારૂની બોટલ જેની કિંમત રૂ.1,25,900નો મુદ્દામાલ છુપાવેલ રાખેલ મળી આવતા શહેરા પોલીસે લિસ્ટેડ બુટલેગર વિરુદ્ધ પ્રોહી એક્ટ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. જોકે મહિલા બુટલેગર સુખીબેન ઉર્ફે કોકિલા ચૌહાણ પોલીસ પકડથી દૂર.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો