શહેરા નગરમાં આવેલા દવાખાનામાંથી બાયોમેડિકલ વેસ્ટ ઉઘરાવવા રોજે રોજ ગાડી આવતી હોય છે. ત્યારે નગરપાલિકાના પરા વિસ્તારમાં નગર પાલિકાના સફાઇ કામદારો દ્વારા સફાઇ કરી કચરાનો ઢગલો ભરવામાં આવી રહ્યો હતો. ત્યારે અેક ઢગલામાંથી બાયોમેડિકલ વેસ્ટ કચરામાં ફેંકવામાં આવ્યો હતો. તે સફાઈ કામદારોને જોવા મળ્યો હતો.
તેની જાણ શહેરા નગરપાલિકા સેનેટરી ઇન્સ્પેક્ટર જીતેન્દ્રસિંહ રાઠોડને કરવામાં આવતા સેનેટરી ઇન્સ્પેક્ટર દ્વારા સ્થળ પર પહોંચી તપાસ કરી બાયોમેડિકલ વેસ્ટ કબજે કરવામાં આવ્યા હતો. જે બાયોમેડિકલ વેસ્ટ મળી આવ્યો હતો તેની આજુબાજુ અાવેલ બે દવાખાના શ્રીજી આરોગ્ય કેન્દ્ર અને રાહત ક્લિનિકનું સ્થળ પર પંચક્યાસ કરી આ બંને દવાખાનાના સંચાલકોને નોટિસ ફટકારી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.