તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:નાંદરવા પ્રાથમિક શાળાના શિક્ષક પરણીતાની છેડતી કરતા ફરિયાદ

શહેરા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
શહેરાના નાંદરવા પ્રાથમિક શાળાના શિક્ષકે પરણીતાની છેડતી કરતા ઝડપી પાડ્યો. - Divya Bhaskar
શહેરાના નાંદરવા પ્રાથમિક શાળાના શિક્ષકે પરણીતાની છેડતી કરતા ઝડપી પાડ્યો.
  • પરીણિતા ઘરમાં એકલી હોય ત્યારે શિક્ષક હાથ પકડી શારીરિક અડપલા કરતા

દાહોદ જિલ્લામાં શિક્ષક તરીકે સેવા આપતા હિતેશ પૂનાભાઈ બારીઆની તાજેતરમાં જ જિલ્લા ફેર બદલી કેમ્પમાં શહેરાના નાંદરવાની મુખ્ય પ્રાથમિક શાળામાં બદલી થઈ હતી. શિક્ષક એટલે મનુષ્ય જીવનમાં ઘડતર કરવા માટેનું મહત્વનું અંગ કહી શકાય અને એક શિક્ષક થકી જ ભવિષ્યના ઘડતારનો પાયો સિંચાતો હોય છે અને એજ શિક્ષકમાં અવગુણનો પ્રવેશ થાય તો લોકોને શિક્ષક પ્રત્યેનો ભ્રમ ભાંગી જતો હોય છે. આવા શિક્ષકો સમાજ માટે ખતરારૂપ બની જતા હોય છે.

કંઇક આ પ્રકારની ઘટના શહેરના એક ગામમાં બની જેમાં 21 વર્ષીય પરણીતા પોતાની સાસરીમાં બપોરના અરસામાં એકલી હોય છે. તે વખતે લંપટ શિક્ષક હિતેશ પૂનાભાઈ બારીઆ ત્યાં આવીને પાણી પીવું છે એમ કહેતા પરણીતા પાણી ભરવા રસોડામાં જાય છે અને એકલતાનો લાગ જોઈ લંપટ શિક્ષક હિતેશ અંદર જઈ એક્દમ જ તેનો હાથ પકડી લે છે. અને ગળે વળગી પડે છે. અને કહે છે કે જ્યારે હું તને તારા પિયરથી તેડવા આવ્યો ત્યારની તું મને ગમે છે.

મારો ફોન નંબર રાખ આપડે ગોધરા મળીશું એમ કહી શારીરિક અડપલા કરવા લાગતા પરણીતા ઘરની બહાર ભાગી એના દાદી સાસુને સમગ્ર ઘટનાથી વાકેફ કરે છે. આ સમયે હિતેશ ત્યાંથી ભાગી છૂટ્યો હતો. પરણીતા તેના સાસુ, સસરા અને પતિને આ બાબતની જાણ કરતા તેઓ ત્યાં આવી પહોંચ્યા હતા.

આટલું થયા બાદ પણ હિતેશ જતા જતા એવું કહેતો ગયો કે મારી ગાડી પાછળ કોઈ અાવશે તો તેને હું મારી કચડી નાખીશ બનાવની ગંભીરતા જોતા પરિણીતાના સસરાએ શહેરા પોલીસ મથકે આવી લંપટ શિક્ષક હિતેશ વિરુદ્ધ છેડતી અને આબરૂ લેવાના આશયથી શારીરિક અડપલા કર્યાની ફરિયાદ નોંધાવી હતી. જોકે તાત્કાલિક લંપટ શિક્ષક હિતેશ પૂનાભાઈ બારિઆને દબોચી લઈ જેલના સળિયા પાછળ મોકલી આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...