તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પશુપાલકો ચિંતામાં:વાડી તથા વલ્લભપુરમાં પશુઓમાં ‘લમ્પિ સ્કીન ડીસીઝ’ રોગ દેખાયો

શહેરા19 દિવસ પહેલા
  • કૉપી લિંક

શહેરા તાલુકાના વાડી અને વલ્લવપુર ગામના પશુપાલકોના અમુક પશુઓમાં શંકાસ્પદ ગઠ્ઠેદાર ચામડીનો રોગ જોવા મળતા પશુપાલકો ચિંતામાં મુકાયા હતા. બીજી તરફ આ શંકાસ્પદ રોગથી વાડી ગામના પશુપાલકની ગાયનું મોત થયું હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારે પંચામૃત ડેરી અને શહેરા પશુપાલન શાખાના પશુ ડૉકટરોની ટીમને આ રોગ અંગે જાણ થતાં સોમવારે પશુ ડૉકટરોની સંયુક્ત ટીમે વાડી અને વલ્લવપુર ગામની મુલાકાત લઈ તપાસ હાથ ધરતા પશુઓમાં શંકાસ્પદ રોગ “લમ્પિ સ્કીન ડીસીઝ” નામનો રોગ હોવાનું બહાર આવ્યું હતું. જેને લઈને અંદાજિત 38 જેટલા પશુપાલકોના પશુઓની લક્ષણો આધારિત સારવાર કરાઇ હતી.

શહેરા પશુપાલન શાખાના પશુ ડૉક્ટર એ.બી. કાનાણીએ જણાવ્યું હતું કે જે પશુઓમાં એલ.એસ.ડી. ગઠ્ઠેદાર ચામડીનો રોગ જણાયેલ છે, તેમાં મરણનું પ્રમાણ નહીંવત છે, ગઠ્ઠેદાર ચામડીનો રોગ એટલે શરીરની ચામડી પર ગાંઠો ઉપસી આવે છે અને પશુઓને બે દિવસ તાવ રહે છે, આ રોગથી દૂધ ઉત્પાદન ઘટતા પશુપાલકોને આર્થિક નુકશાન થતું હોય છે.

અન્ય સમાચારો પણ છે...