શહેરા તાલુકામાં શિક્ષકોને મદદરૂપ થવા માટે ધી શહેરા તાલુકા પ્રાથમિક શિક્ષક કર્મચારી સહકારી મંડળી લિમિટેડની સ્થાપના કરી હતી. જેની રવિવારે બી.આર.સી.કો.ઓર્ડીનેટર શહેરા ડૉ.કલ્પેશ આર. પરમારની અધ્યક્ષતામાં મિટિંગનું આયોજન કર્યું હતું. ચેરમેન ભરતભાઈ પટેલ તેમજ વ્યવસ્થાપક સમિતિના સભ્યોના અથાગ પ્રયત્નો થકી તૈયાર કરાયેલ www.shaherateachers.in ડિજિટલ વેબ સાઈટનું લોન્ચિંગ બી.આર.સી.કો. ઓર્ડીનેટર શહેરા ડૉ.કલ્પેશ આર.પરમારના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.
ચેરમેન ભરતભાઈએ શાબ્દિક સ્વાગત પછી વેબસાઈટના ફાયદા, માસ્ટર ફાઈલના ટૂલ્સમાં કંપનીની વિગત, ન્યૂઝ એન્ડ એલર્ટ, વ્યાજની વિગત, ક્રેડિટ વિગત, ખાસ લાભની વિગત, પોઝિશન, કાર્યવાહક મંડળ, ફોટો ગેલેરી, યુઝરની માહિતી, કંપનીના ડોક્યુમેન્ટ, સ્લાઈડરની વિગત, ગિફ્ટની વિગત, EMI કેલક્યુલેટર તેમજ તમામ સભાસદ પોતાના યુઝર ID અને પાસવર્ડ દ્વારા પોતાના નાણાંકીય હિસાબો ટેકનોલોજીના માધ્યમથી જાણી શકશે તેમજ લેવડ દેવડ માટે પણ SMS એલર્ટ તથા Online ટ્રાન્જેક્શન કરી શકશે. ડૉ.કલ્પેશ આર.પરમારે ડિજિટલ વેબસાઈટ વિશે જણાવ્યું હતું કે શિક્ષકો માટે એક નવા યુગની શરૂઆત થઈ રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.