તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:શહેરામાં જવાહર નવોદય પરીક્ષા માર્ગદર્શન શિબિર

શહેરા4 મહિનો પહેલા
 • કૉપી લિંક
વર્તમાન સ્થિતિએ 394 જેટલા વિદ્યાર્થીઓનું જવાહર નવોદય પરીક્ષા માટે રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. - Divya Bhaskar
વર્તમાન સ્થિતિએ 394 જેટલા વિદ્યાર્થીઓનું જવાહર નવોદય પરીક્ષા માટે રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું છે.
 • આર્થિક નબલા અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ માટે

શહેરા તાલુકાના આર્થિક નબળી સ્થિતિ અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ માટે કેન્દ્ર સરકાર સંચાલિત જવાહર નવોદય પરીક્ષા માટેનો માર્ગદર્શન વર્કશોપ દેવાનંદ થુલ જવાહર નવોદય વેજલપુર પ્રાચાર્યની અધ્યક્ષસ્થાને બી.આર.સી. ભવન શહેરા ખાતે શહેરા તાલુકાના તમામ પગાર કેન્દ્રના આચાર્યો સાથે યોજવામાં આવ્યો હતો.

તાલુકાની તમામ શાળાઓમાં ધોરણ-5ના 5339 વિદ્યાર્થીઓ પરીક્ષામાં વધુ લાભ લે તેવો પ્રયાસ શિક્ષણ પરિવાર અને સમગ્ર શિક્ષા શહેરા દ્વારા કરવામાં આવ્યો છે. વર્તમાન સ્થિતિએ 394 જેટલા વિદ્યાર્થીઓનું જવાહર નવોદય પરીક્ષા માટે રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી વિનોદ પટેલ અને બ્લોક રીસોર્સ કૉ.ઓર્ડીનેટર ડૉ.કલ્પેશ આર.પરમારે વધુ વિદ્યાર્થીઓ જોડાય તે માટે શાળા કક્ષાએ સી.આર.સી.કો.ઓર્ડીનેટરો દ્વારા વ્યક્તિગત માર્ગદર્શન આપી વિદ્યાર્થીઓ અને શિક્ષણ પરિવારને પ્રોત્સાહિત કરવામાં આવ્યો છે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સી.આર.સી.નવી વાડી ગોવિંદકુમાર મહેરાએ કર્યું હતું. બાળકો અને તેમના માતા પિતા કે વાલીઓને કોવિડ-19ની ગાઈડલાઈન મુજબ જાગૃતિ લાવવાનો સતત પ્રયત્ન શિક્ષણ પરિવાર શહેરા દ્વારા કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો