તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

‘ચાલો શ્વાસ રોપીએ’:શહેરા તાલુકામાં આગામી દિવસોમાં 1 લાખ વૃક્ષો વાવવાનો સંકલ્પ કરાયો

શહેરા8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 22 ક્લસ્ટર શાળાઓના આચાર્યોની માર્ગદર્શન મીટિંગ

શહેરાના ખાંડીયાની પ્રાથમિક શાળા ખાતે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ચેતનાબેન પરમારની ઉપસ્થિતિમાં તાલુકાના 22 ક્લસ્ટરની 22 ક્લસ્ટર શાળાઓમાં તમામ આચાર્યોની માર્ગદર્શન મીટિંગ યોજવામાં આવી. જેમાં નવા શૈક્ષણિક સત્ર દરમિયાન કરવાની થતી કામગીરીના તમામ એજન્ડાને ધ્યાનમાં રાખી સી.આર.સી.કો.ઓર્ડીનેટરોની અધ્યક્ષતામાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. તથા આચાર્યો દ્વારા પોતાને મૂંઝવતા પ્રશ્નોની પ્રશ્નોત્તરી કરી સ્થળ ઉપર જ તેનું સમાધાન કરવામાં આવ્યું હતું. તેમજ બી.આર.સી.કૉ.ઓર્ડીનેટર ડૉ.કલ્પેશ આર.પરમારના નવતર પ્રયોગ “ચાલો શ્વાસ રોપીએ” અંતર્ગતના પ્રતીક રૂપે દરેક ક્લસ્ટરની શાળાઓમાં વડ, લીમડો કે પીપળાના છોડનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. જે આગામી દિવસોમાં તમામ શાળાઓના શિક્ષકો, વિદ્યાર્થીઓ, વાલીઅો તથા જાગૃત નાગરિકો સાથે સંકલનમાં રહી શહેરા તાલુકામાં એક લાખ વૃક્ષો વાવવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો.

કાર્યક્રમમાં તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ચેતનાબેન પરમાર ખાંડીયા પ્રા.શાળા ખાતે ઉપસ્થિત રહી આચાર્યો અને સી.આર.સી.કો.ઓર્ડીનેટરોને સંબોધન કરી માર્ગદર્શન આપ્યું હતું. તેમજ વૃક્ષારોપણ કરી સંકલ્પને દ્રઢ બનાવ્યો હતો. તથા કોરોના મહામારી દરમિયાન સી.આર.સી.કો.ઓર્ડીનેટરો તેમજ શિક્ષકોની કોરોના વૉરિયસ તરીકેની કામગીરી બિરદાવી હતી. કાર્યક્રમનું આયોજન કોવિડ-19ની અદ્યતન ગાઈડલાઈન અંતર્ગત કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...