તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
શહેરા સહિત સમગ્ર જિલ્લામાં દિવસ અને રાત્રી દરમિયાન ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. ઠંડા પવનો ફૂંકાવાનું શરૂ થતા લોકો ધ્રૂજી ઊઠયા હતા. શિયાળાની કડકડતી ઠંડી ને લઈને લોકોએ ગરમ વસ્ત્રો પહેરીને બહાર નીકળવાની ફરજ પડી હતી. સવારમા અને રાત્રિ દરમિયાન બજારોમાં લોકોની અવરજવર ઠંડીના કારણે ઓછી જોવા મળે છે. સાથે લોકો ઘરની બહાર નીકળવાનું પણ ટાળી રહ્યા છે.
શિયાળો હવે ધીમે ધીમે તેના અસલી મિજાજમાં આવી રહ્યો હોય તેવો અહેસાસ લોકો કરી રહ્યા છે. વહેલી સવારમાં અને રાત્રી દરમિયાન લોકો ઠંડીથી બચવા માટે તાપણા નો સહારો લેતા નજરે પડી રહ્યા છે. જ્યારે શાળા કોલેજમાં જતા વિદ્યાર્થીઓ ગરમ વસ્ત્રોમા પહેરવાની ફરજ પડી હતી. દિવસ અને રાત્રી દરમિયાન સમગ્ર જિલ્લાવાસીઓ ફૂલગુલાબી ઠંડીનો અહેસાસ કરી રહ્યા છે. આગામી દિવસોમાં ઠંડુ વધુ પડશે તેવુ લાગી રહ્યુ છે.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.