તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:શહેરાના સંભાલી ગામે સગા ભત્રીજાએ જ કાકા કાકીને કૂહાડીના ઘા મારી યમસદન પહોંચાડ્યા

શહેરા14 દિવસ પહેલા
 • કૉપી લિંક
સંભાલીમા ભત્રીજાએ કાકા કાકીની કૂહાડીના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધા હતા. ઘટના સ્થ્ળ અને મૃતક કાકા કાકીની ફાઇલ તસવીર. - Divya Bhaskar
સંભાલીમા ભત્રીજાએ કાકા કાકીની કૂહાડીના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધા હતા. ઘટના સ્થ્ળ અને મૃતક કાકા કાકીની ફાઇલ તસવીર.
 • કાકીએ જમવાનું બનાવવા લાકડા ન કાપી લાવતો હોવાનો ઠપકો આપતાં લીધું ઘાતકી પગલું, નાનપણથી મા બાપ વગરના ભત્રીજાને ઉછેરી મોટો કર્યો તે કાળો નાગ સાબિત થયો

શહેરાના સંભાલી ગામના નાયક ફળિયામાં રહેતો જયંતિ પ્રતાપ નાયક નાનો હતો અને મા બાપનો સધિયારો ખોઈ બેઠો હતો. બહુ નાની ઉંમરે તે અનાથ બનતા તેના કાકા અર્જન સોમાં નાયક અને તેની પત્ની રાધાએ પોતાના 6 સંતાન સાથે આને પણ ઉછેર્યો હતો અને મા બાપનો પ્રેમ પૂરો પાડ્યો હતો. પરણવાની ઉંમરે તેના લગ્ન કરી ઠરીઠામ પણ કર્યો લગ્નજીવન દરમિયાન બે સંતાનનો પિતા પણ બન્યો હતો પરંતુ કેટલાક સમયથી તેના વર્તનમાં ફેર આવવા લાગ્યો હતો જેના કારણે તેની પત્ની પોતાના પિયર ચાલી ગઈ હતી અને ત્યાં જ રહેતી હતી.

હવે જયંતિ એકલો પડતા પાછો પોતાનાં કાકા કાકી સાથે રહેતો અને બે ટંકનું ખાવાનું પણ ત્યાં ખાતો આથી કેટલીક વખત તેની કાકી રાધાબેન જમવાનું બનાવવાનું હોવાથી એને લાકડા કાપવા માટે જવાનું કહેતા પણ તે જતો નહીં. આથી કાકી રાધાબેને ગુસ્સામાં આવી લાકડા ન કાપવા હોય તો જમવાનું પણ નહીં મળે એમ કહેતા તે લાકડા કાપવા માટે તૈયાર થયો પરંતુ તેની કાકી કે કાકાએ સ્વપ્ને પણ નહીં વિચાર્યું હોય કે તેમનો ભત્રીજો શુ નક્કી કરીને બેઠો છે.

શનિવારની રાત્રીએ ફળિયાના આસપાસના લોકો અને મૃતક પતિ પત્નીના સંતાનો ગોધરા તાલુકાના દરુણીયા ગામે સામાજિક પ્રસંગ હોવાથી મામેરા માટે ગયા હતા અને નાયક ફળિયામાં મૃતક અર્જન તેની પત્ની રાધા અને હત્યારો જયંતિ ત્રણ જ હાજર હતા અને મોડીરાત્રીના સમયે લાકડા કાપવાની કુહાડી વડે હત્યારો જયંતિ બંને જે આંગણામાં ખાટલો નાખી સુતા હતા ત્યાં પહોંચી જઈ મોઢાના તેમજ ગળાના ભાગે કૂહાડીના ઘા મારી બંનેની ઘાતકી હત્યા કરી ફરાર થઈ ગયો હતો.આ તરફ સવારના મૃતકના ભાઈએ આવી ને જોયું તો પોતાનો ભાઈ અને ભાભી બંને મૃત હાલતમાં ખાટલામાં પડ્યા હતા.

આથી બૂમો પાડતા ફળિયાના લોકો એકઠા થઈ ગયા હતા અને હત્યારા આરોપી જયંતીને ગામમાં આવેલી કેનાલ પાસેથી ગ્રામજનોએ પકડી પાડી બાંધી દઈ પોલીસને જાણ કરી હતી. ડબલ મર્ડર ઘટનાની જાણ થતાં શહેરા પોલીસ સાથે ઇન્ચાર્જ પી.આઈ ધ્રુવરાજસિંહ ચુડાસમા ઘટના સ્થળે પહોંચ્યા હતા.પરિસ્થિતિની ગંભીરતા જોતા તાત્કાલિક બંને મૃતદેહોનું પંચનામું કરી શહેરા સરકારી દવાખાને પી.એમ.માટે મોકલી આપવામાં આવ્યા હતાં.

દૂધ પાઈ સાપને ઉછેર્યા જેવો ઘાટ ઘડાયો
કહેવત અનુસાર કેટલાક કિસ્સામાં આપણે જેના પર પૂર્ણ ભરોસો રાખતા હોઈએ અને એજ આપણું નુકશાન કરે તો દૂધ પાઈ સાપને ઉછેર્યો એવું કહીએ છીએ. સંભાલી ગામે બનેલા ડબલ મર્ડરની ઘટનામાં આ કહેવત બરાબર બેસે છે જે ભત્રીજાને નાનપણથી મોટો કર્યો પરણાવ્યો એણે જ લાકડા કાપવા જવાની ના જેવી બાબતમાં ઉશ્કેરાટમાં આવી પોતાના સગા
કાકા કાકીનું ઢીમ ઢાળી દીધું.
હત્યા કરનાર આરોપી આમ તો સ્વસ્થ હતો પણ કેટલાંક સમયથી તેની પત્ની પિયરમાં હતી
કહેવત અનુસાર કેટલાક કિસ્સામાં આપણે જેના પર પૂર્ણ ભરોસો રાખતા હોઈએ અને એજ આપણું નુકશાન કરે તો દૂધ પાઈ સાપને ઉછેર્યો એવું કહીએ છીએ. સંભાલી ગામે બનેલા ડબલ મર્ડરની ઘટનામાં આ કહેવત બરાબર બેસે છે જે ભત્રીજાને નાનપણથી મોટો કર્યો પરણાવ્યો એણે જ લાકડા કાપવા જવાની ના જેવી બાબતમાં ઉશ્કેરાટમાં આવી પોતાના
સગા કાકા કાકીનું ઢીમ ઢાળી દીધું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો