તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સોશિયલ ડિસટન્સના ધજાગરા:શહેરામાં ચૂંટણીના ઉત્સાહમાં ભાજપ કોરોના ગાઇડલાઇન ભૂલ્યું

શહેરા15 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ભાજપના ઉમેદવારો અને સમર્થકો દ્વારા સોશિયલ ડિસટન્સના ધજાગરા
 • કોવિડ -19ની માર્ગદર્શિકાને ધરાર અનદેખી કરી ડીજેના તાલે ઝૂમ્યાં

સમગ્ર ગુજરાતમાં જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયતો તથા નગરપાલિકાની ચૂંટણીઓ યોજાવાની છે. જેમા શહેરા નગરપાલીકાની ચુંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવારોનો રાફડો ફાટ્યો છે. શહેરામાં શુક્રવારના રોજ ભાજપના ઉમેદવારો ડી. જે સાથે મોટી સંખ્યામાં પોતાના સમર્થકો સાથે ઉમટી પડયા હતા. અને ભાજપ કાર્યાલય પર એકત્ર થઈ ત્યાંથી શહેરાના ધારાસભ્ય ખુલ્લી જીપમા તાલુકા સેવા સદન ખાતે પોહોંચ્યાં હતા.

જો કે કોરોના મહામારી હજી સમાપ્ત થઈ નથી. ત્યારે ભાજપના ઉમેદવારો અને સમર્થકો દ્વારા સોશિયલ ડિસટન્સના ધજાગરા ઉડયા હતા. તો કોંગ્રેસે જિલ્લા/તાલુકામાં પોતાના ઉમેદવારોને ઉમેદવારી પત્રો ભર્યા હતા. પરંતુ શહેરા પાલિકામાં હજી સુધી કોંગ્રેસ તરફથી કોઈ ઉમેદવારે ઉમેદવારી નોંધાવી નથી. જો કે જાણવા મળ્યા મુજબ તેઓ અપક્ષ તરીકે ચૂંટણી લડશે. પરંતુ પડદા પાછળ અસલી તો કોંગ્રેસના નેતાઓ જ રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો