તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઘૂટાતું રહસ્ય:નાડા ગામમાં યુવક-યુવતીએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો

શહેરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રેમ સંબંધ કે અન્ય કારણ, ઘૂટાતું રહસ્ય

શહેરા તાલુકાના જુના નાડા ગામના પટેલ ફળિયામાં રહેતા નર્મદાબેન ગોવિંદભાઇ પટેલને વસ્તાર માં બે છોકરા અને એક છોકરી નામે ચંદ્રિકા છે. 3જી જુલાઈ શનિવારની રાત્રીએ નર્મદાબેન અને ઘરના સભ્યો રાત્રીનું વાળું પતાવી ઘર આંગણે વાતો કરી રહ્યા હતા. પછી તમામ સભ્યો સુઈ ગયા હતા. રવિવારની સવારે 18 વર્ષીય ચંદ્રિકા તેની પથારીમાં જોવા ન મળતાં તે કુદરતી હાજતે ગઈ હશે એવું માની કામમાં પરોવાયા હતા.

પરંતુ ઘણી વાર થયા બાદ પણ પુત્રી ન આવતા માતાને ડર પેઠો કે કયા ગઈ હશે. ત્યારે એટલી જ વારમાં ગામની ગુજરાતી નિશાળ બાજુથી બૂમાબૂમ થતા મૃતક ચંદ્રિકાની ભાભી પણ કુતૂહલવશ શેની બૂમાબૂમ છે તે જોવા ગઈ હતી અને તરત પાછી આવી જણાવ્યું કે ચંદ્રિકાએ આત્મહત્યા કરી લીધી છે. સાથે ગામનો જ 18 વર્ષીય ખાંટ ફળિયામાં રહેતો અરવિંદ કાંતિભાઈ બારીઆ પણ દોરડા પર લટકેલો છે. આથી ત્યાં જઈ જોતા પોતાની પુત્રીના મૃતદેહને જોતાવેંત કારમી ચીસ પાડી અને રોકકળ મચી જવા પામી હતી.

જેના કારણે વાતાવરણમાં ગમગની પ્રસરી ગઈ હતી. પોલીસને ઘટનાની જાણ થતા પો.સ.ઈ. નીલમ ઢોડિયા અને અન્ય પોલીસ કર્મીઓ ત્યાં પહોંચી જઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. બંનેના મૃતદેહોને શહેરા સરકારી દવાખાને પી.એમ માટે મોકલી આપવામાં આવ્યા હતા. નોંધનીય છે કે શહેરા તાલુકામાં છેલ્લા કેટલાક સમયથી નાની વયે પ્રેમમાં પડવું અને સમાજ તેઓના પ્રેમ સંબંધ ને સ્વીકારશે નહીં અને જાકારો આપશે એવું વિચારી બહુ નાની ઉંમરમાં યુવક યુવતીઓ આત્મહત્યા કરી લેતા હોય છે જે સમાજ માટે લાલ બત્તી સમાન કહી શકાય.

અન્ય સમાચારો પણ છે...