તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:શહેરા પાલિકા દ્વારા ગેરકાયદે કાચા પાકા 100 ઉપરાંત દબાણો દૂર કરાયા

શહેરા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • શહેરા પાલિકા દ્વારા ગેરકાયદે કાચા પાકા 100 ઉપરાંત દબાણો દૂર કરાયા

શહેરામાં ગ્રામ પંચાયત વખતથી જ લોકો દ્વારા ગેરકાયદે પાકા કાચા દબાણો સ્થાપિત કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ પાલિકા અસ્તિત્વમાં આવતા વખતો વખત આ પ્રકારના અવૈદ્ય નિર્માણો તોડી પડાયા હતા. અથવા ખસેડવામાં આવ્યા. પરંતુ ટૂક જ સમયાંતરે એજ પરિસ્થિતિનું નિર્માણ થઈ જતું જોકે પાલિકા પણ આ રીતે વખતો વખત કામગીરી કરી કોઈ મોટું ભગીરથ કાર્ય પાર પાડ્યું હોય એ પ્રકારનો સંતોષ વ્યક્ત કરતું રહ્યું છે. તો કેટલીક જગ્યાએ ચૂંટાયેલા પાલિકાના સભ્યો દ્વારા પોતાની વોટ બેંક સાચવવા માટે વ્હાલા દવલાની નીતિ અખત્યાર કરવામાં આવે છે.

મંગળવાર ના રોજ ફરી એક વખત નગરપાલિકા પ્રશાસન દ્વારા શહેરાના બસ સ્ટેશન વિસ્તાર, મેન બજાર, પરવડી બજાર, વૈધનાથ ભાગોળ, સિંધી ચોકડી, પોલીસ ચોકી સહિતના સ્થળોએથી સો ઉપરાંત ગેરકાયદે પાકા કાચા દબાણો હટાવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં સવારના સમયે શહેરા હાઇવે સ્થિત પોલીસ ચોકીથી ગામમાં પ્રવેશવાના માર્ગ પરથી કામગીરી શહેરા પી.આઈ એમ.આર.નકુમ અને પો.સ.ઈ. લવલી પટેલ તેમજ પોલીસ કાફલાને સાથે રાખી પાલિકાના જવાબદાર અધિકારીઓની ઉપસ્થિતિ વચ્ચે શરૂ કરવામાં આવી હતી. જેમાં કેટલીક જગ્યાએ પાલિકા દ્વારા ખાનગી માલિકીની હદમાં આવેલા દબાણો તોડી પાડવામાં આવતા ઉગ્ર બોલાચાલીના દ્રશ્યો સર્જાયા હતા. તો કેટલાક વેપારીઓએ સ્વેચ્છાએ પોતાના છજા તેમજ પતારાઓ કાઢી લીધા હતાં.

હવે પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે શું પાલિકા પ્રશાસન દ્વારા દૂર કરેલા ગેરકાયદેસર દબાણો ફરીથી સ્થાપિત નહીં થાય એ બાબતની દરકાર રાખશે કે પછી ભૂતકાળમાં થયું એમ કામ કર્યાનો સંતોષ માની લેશે. વધુમાં શહેરા નગરમા એવી કેટલીયે જગ્યાઓ છે જે સરકાર હસ્તકની છે અને તેને ખોટી રીતે પચાવી પાડવામાં આવી છે તો શું આવી જમીનો પર કોઈ કાર્યવાહી થશે ખરી ? પાલિકા પ્રશાસન તે દિશામાં કોઈ નક્કર પગલાં ધરે તે પણ જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો