તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હત્યા:બિલિથા ગામે આડા સંબંધની શંકાએ પત્નીને મોતને ઘાટ ઉતારી પતિ ફરાર

શહેરા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પુત્રીને બદનામ કરવાના મામલે વાત વણસતાં તીક્ષ્ણ હથિયાર હુલાવી દીધું

શહેરાના બિલીથા ગામે પુત્રીને બદનામ કરવાના મામલે વાત વણસતાં પતિએ પત્નીના ગળામાં તીક્ષ્ણ હથિયાર હુલાવી દીધું હતું. જેથી પત્નીનું ઘટના સ્થળે જ મોત થયું હતું.

બિલીથાના હડકાયા માતાના મુવાડા ફળિયામા રહેતા રતિલાલ વાઘરી અને તેઓના સાઢુભાઈ એક માસ અગાઉ બાધા અર્થે લાડવેલ ગયા હતા. ત્યાંથી પરત ફરતા મૃતકની બહેનનો દીકરો પોતાની જ માસીયાઈ બહેન સામે ટગર ટગર જોઈ ઈશારો કરતાં મૃતકના પતિએ જોઈ લેતાં તેઓ વચ્ચે ખટરાગ ઉભો થયો હતો. બાદ મૃતકના પતિ અને આરોપી રતિલાલે ઘરે જઈને સાળીને કહ્યું કે મારી દીકરી પિન્કીને કેમ બદનામ કરો છો તેમ કહી ગાળો બોલવા માંડ્યા હતા.ઘટનાના 5 દિવસ પહેલાં સાળાની હાજરીમાં આરોપીની સાળી દ્વારા પુત્રીને બદનામ કરાતી હોઇ પંચભેગુ કરવાનું કહેતાં રતિલાલની પત્નીએ સમાજમાં પોતાની બદનામી થશે તે આશયથી પંચભેગું નહીં કરવાની સલાહ આપી હતી. આરોપી પોતાની પત્ની પર ગુસ્સો થયો હતો. પરંતુ તેને સમજાવી શાંત પાડ્યો હતો. ગુરુવારે આરોપીએ સમાજનું પંચ સેવાલિયા મુકામે રાખેલ હતું, જેમાં કથિત માસિયાઈ ભાઈ સાથેના પ્રેમ પ્રકરણથી આરોપીના સાળી, તેનો પતિ અને પુત્ર પંચમાં આવેલ નહીં. શુક્રવારે આરોપીની પત્ની નંદાબેન સવારે નવ વાગે કુદરતી હાજતે જતાં પંચમાં વાતનો ઉકેલ ના આવતાં તેની રિશ રાખી પતિએ પાછળ જઈને તીક્ષ્ણ હથિયાર ગળામાં મારતાં સ્થળ પર જ પત્નીનું પ્રાણ પંખેરું ઉડી ગયું હતું. પોલીસને જાણ થતાં શહેરા પીઆઇ રાઠવા ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. મૃતદેહનુ પંચનામુ કરી શહેરા સરકારી દવાખાના ખાતે પી.એમ અર્થે મોકલાયો હતો. હત્યાનો આરોપી ફરાર થયો છે.

અન્ય સમાચારો પણ છે...