કાર્યવાહી:શહેરા TDO સહિત ચારને તાલુકા પંચાયતમાં તપાસ માટે લવાયા

શહેરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સૌ પ્રથમ મનરેગા શાખામાં દસ્તાવેજોની ચકાસણી કરાઇ

શહેરા TDO ઝરીના અંસારીએ 4.45 લાખની લાંચ માગતા કોન્ટ્રાક્ટરે અમદાવાદ એસીબીમાં ફરિયાદ કરતાં એસીબીએ છટકું ગોઠવ્યું હતું. જેમાં બે કરાર આધારિત કર્મીઓ 1-1 લાખ મળી કુલ 2 લાખની લાંચની રકમ સાથે, 1 કરાર આધારિત કર્મીએ લાંચના રૂપિયા સ્વીકાર્યા ન હતા. આમ કુલ રૂા. 4.45 લાખ રોકડા કબજે લેવાયા હતા. જેની તપાસ મહીસાગર એસીબીને સોંપી હતી. તમામને કોર્ટમાં રજૂ કરાતા 3 દિવસના રિમાન્ડ મંજુર કરતા શનિવારે એસીબી પી.આઈ રવિ પટેલ અને ટીમ TDO અને ત્રણ કર્મીઓને લઈ તાલુકા પંચાયત પહોંચ્યા હતા.

તાલુકા પંચાયત ખાતે સંબંધિત દસ્તાવેજોની ચકાસણી હાથ ધરાઈ હતી
ફરિયાદીએ તેઓની ફરિયાદમાં જે ઉલ્લેખ કર્યો છે કે તેઓએ જે સરકારી કામોમાં મટેરિયલ આપવામાં આવ્યું હતું. તેના બાકી નીકળતા નાણાંના બિલો મુકવામાં આવ્યા છે. તે પાસ કરી દેવામાં આવ્યા હતા. પરંતુ ચેક આપવાના બદલામાં તાલુકા વિકાસ અધિકારી ઝરીના.એમ.અંસારી એ રૂા. 4.45 લાખની લાંચની રકમની માંગણી કરી હતી. આથી ફરિયાદીની ફરિયાદના આધારે તાલુકા પંચાયત ખાતે સબંધિત દસ્તાવેજોની ચકાસણી હાથ ધરાઈ હતી. >રવિ. એન. પટેલ, એસીબી PI , મહીસાગર

અન્ય સમાચારો પણ છે...