તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણી:શહેરામાં જિલ્લા, તાલુકા તથા પલિકામાં કુલ 7 ઉમેદવારોના ફોર્મ ચકાસણીમાં રદ

શહેરા17 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • નગર પાલિકાના વોર્ડ નં 2માં 2 તથા 4માં 1 મળી કુલ 3 ફોર્મ રદ
 • તાલુકા પંચાયતના કોગ્રેસના 4 ઉમેદવારના ફોર્મ રદ

શહેરા તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તાલુકા પંચાયતમાં 112, જિલ્લા પંચાયતમાં 23 અને નગરપાલિકામાં 69 મળીને કુલ 204 ઉમેદવારી ફોર્મ ભરાયા હતા. જેમાં ભાજપ-કોંગ્રેસ અપક્ષ સહિત સૌપ્રથમ વખત આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા હતા. ઉમેદવારી પત્ર ચકાસણીના દિવસે ઉમેદવારો ચૂંટણી કચેરી ખાતે આવી પહોંચ્યા હતા. ચૂંટણી અધિકારી અમિતા પારધીની ઉપસ્થિતિમાં પાલિકાની ચૂંટણીના ફોર્મની ચકાસણી કરવામાં આવી હતી. જેમા અપક્ષના 3 ઉમેદવારના ફોર્મ રદ થયા હતા.

જેમાં વોર્ડ નંબર 2ના ભૂપેશ ચંદુલાલ પાઠક અને પગી સુમિત્રાબેન તથા વોર્ડ નંબર 4ના સુરેશ ખુશલાણીનું ઉમેદવારીપત્ર રદ કરવામાં આવ્યુ હતું. જિલ્લા પંચાયત ચૂંટણી અધિકારી જય બારોટ સમક્ષ ભાજપના ઉમેદવારોએ કોંગ્રેસના અણીયાદ, નાંદરવા, બોરિયા જિલ્લા પંચાયત સીટના ઉમેદવારના ઘરે શૌચાલય ન હોવાનો વાંઘો ઉઠાવ્યો હતો. જેથી ચૂંટણી અધિકારી બારોટ દ્વારા કોંગ્રેસ ઉમેદવારના ઘરે તપાસ માટે ટીમ મોકલવામા આવી હતી. તાલુકા પંચાયતની 14 બેઠકમા ચૂંટણી અધિકારી મેહુલ ભરવાડ સમક્ષ ભાજપના અમુક ઉમેદવારોએ કોંગ્રેસના ત્રણ ઉમેદવારો સામે વાંધો ઉઠાવ્યો હતો.

જેમાં માતરિયા વ્યાસ, ઉમરપુરના કોંગ્રેસના ઉમેદવારના દરખાસ્ત કરનારે પોતે સહી ન કરી હોવાનો વાંઘો ઉઠાવતા ઉમેદવારી પત્ર અમાન્ય ગણવામાં આવ્યું હતું. જ્યારે ગાંગડીયાના કોંગ્રેસ ઉમેદવારને વર્ષ 2006 પછી ત્રણ બાળકો ધરાવતા હોવાથી ઉમેદવારી ફોર્મ રદ થતાં કોંગ્રેસ પક્ષમા ખળભળાટ મચી જવા પામ્યો હતો. જ્યારે કોંગ્રેસના ડમી ઉમેદવારને બગાસું ખાતા પતાસું મળ્યા જેવો ઘાટ થયો હતો. તાલુકા પંચાયત કચેરી ખાતે 16 તાલુકા પંચાયતની ઉમેદવારી પત્ર ચકાસણીમા ચૂંટણી અધિકારી અંકિતા ઓઝા સમક્ષ ભાજપના ઉમેદવારોએ ચાર કોંગ્રેસ ઉમેદવારનો વાંઘો ઉઠાવ્યો હતો. જેમાં શેખપૂરમા વધુ બાળક હોવાથી ફોર્મ રદ થવા સાથે દલવાડા, ખટકપુર અને બોડીદ્રાખૂર્દમાં શૌચાલયની તપાસ ચાલુ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો