કાર્યવાહી:ધામણોદમાં જમીનની માલિકી અંગે મારામારી-આગચંપી કરાઇ

શહેરા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • બંને પક્ષોઅે ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી

ધામણોદના પ્રભાતસિંહ બારિયાએ સોમાભાઇ પટેલની છોકરીની માલિકીની સર્વે નંબરની જમીન વેચાણથી લીધેલી હતી. તે જમીનમાં મકાનનું બાંધકામ પ્રભાતસિંહ દ્વારા શરૂ કરતા ગામના લલ્લુ પટેલ, રંગીત પટેલ, મધુબેન પટેલ તેમજ નરવતભાઈ પટેલ સહિતના વેચાણ બાબતે ફળિયાના કોઈને જાણ કરી નથી. તેમ કહીને ઝઘડો શરૂ કરી દીધો હતો. 

હાડકું તૂટી જતા ફરિયાદ નોંધાવી
જોતજોતામાં આવેશમાં આવીને નરવત પટેલે પશુઓને ખાવા માટે રાખેલ 8 ટ્રેક્ટર ઘાસ પર દિવાસળીની સળગતી સળી નાંખી આગ લાગાવી હતી. આગ વધુ લાગવાથી બળતણ માટેના લાકડા પણ બળીને ખાખ થયા હતા. રંગીત પટેલ અને મધુબેને  સ્વીફ્ટ ડિઝાઇર પર પથ્થરમારો કરીને કાચ તથા બોડીને નુકશાન કરવા સાથે જનરેટરની  તોડફોડ કરતા પોલીસ મથક ખાતે પ્રભાતસિંહે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જ્યારે પોલીસે ફરિયાદના આધારે  ચાર સામે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે બીજી તરફ પોલીસ મથક ખાતે રંગીતભાઈ લક્ષ્મણભાઈ પટેલે ધીરાભાઈ બારીયા સહિત ત્રણ વ્યક્તિઓ સામે અપશબ્દો બોલવા સાથે ગડદા પાટુ મારવા અને લોખંડની નરાસ  પગના ભાગ મા મારતા હાડકું તૂટી જતા ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...