સમસ્યા:શહેરામાં હાઈવે પર રખડતા ઢોરોએ અડિંગો જમાવતાં વાહન ચાલકોમાં અકસ્માતનો ભય

શહેરા25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાલિકા તંત્ર જાગે અને કાર્યવાહી કરે

શહેરામાં આવેલ અણિયાદ ચોકડી, સિંધી ચોકડી તેમજ બસ સ્ટેન્ડ વિસ્તાર સહિત મુખ્ય હાઈવે માર્ગ પર રખડતા ઢોરો અડિંગો જમાવીને હાઇવેની વચ્ચોવચ બેસી રહેતા હોય છે. એક તરફ મુખ્ય હાઈવે માર્ગ હોવાથી આ માર્ગ સતત વાહનોથી ધમધમતો હોય છે.

બીજી તરફ નગરના મુખ્ય માર્ગો પર રખડતા ઢોરો અડિંગો જમાવીને બેસી રહેતા હોવાથી વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવતો હોય છે. તો કેટલીકવાર રખડતા ઢોરોના કારણે અકસ્માતના બનાવો પણ બની ચુક્યા છે. તેમ છતાં પાલિકા તંત્ર દ્વારા આ રખડતા ઢોરોને હટાવવા માટે કોઈ જ પ્રકારની કામગીરી કરવામાં આવતી ન હોવાનું જણાઈ રહ્યું છે. તો મુખ્ય હાઇવે માર્ગ પર રખડતા ઢોરો અડિંગો જમાવીને બેસી જતા હોવાથી નગરજનોની માંગ ઉઠી છે કે આ રખડતા ઢોરોના કારણે કોઈ વ્યક્તિ પોતાનો જીવ ગુમાવે તે પહેલા પાલિકા તંત્ર જાગે અને કાર્યવાહી કરે તે જરૂરી બન્યું છે.

દિવસ દરમ્યાન કેટલાય બાઈક ચાલકો આ રખડતા ઢોરની અડફેટમાં આવતા હોય અને તેઓને નાની મોટી ઈજાઓ પણ પહોંચતી હોવાના બનાવો બનતા હોય છે. ત્યારે હવે પાલિકા તંત્ર દ્વારા વહેલી તકે મુખ્ય હાઈવે માર્ગ પર અડિંગો જમાવીને બેસી રહેતા ઢોરોને રસ્તા પરથી હટાવવામાં આવે અને અન્ય જગ્યાએ ખસેડવામાં આવે તેમ વાહન ચાલકો સહિત રહીશો ઈચ્છી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...