તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પરીક્ષા:રાષ્ટ્રીય સિંધી ભાષા વિકાસ પરિષદ દિલ્હી દ્વારા શહેરામાં પરીક્ષા લેવાઇ

શહેરાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સમગ્ર ગુજરાતમાં સિંધી માતૃભાષાનો વિકાસ કરવાનો હેતુ
 • સિંધી સમાજના પરિક્ષાર્થીઓએ ઉત્સાહભેર પરીક્ષા આપી

દર વર્ષે ફેબ્રુઆરી માસમાં રાષ્ટ્રીય સિંધી ભાષા વિકાસ પરિષદ દિલ્હી દ્વારા સમગ્ર ગુજરાતમાં સિંધી માતૃભાષાનો વિકાસ થાય તે હેતુથી અને રોજબરોજની ઝીંદગીમાં વપરાશ વધે માટે પરીક્ષા લેવામાં આવે છે. જેમાં સર્ટિફિકેટ,ડિપ્લોમા અને એડવાન્સ ડિપ્લોમા કોર્સ સંદર્ભની પરીક્ષાનો સમાવેશ કરવામાં આવે છે. શહેરમાં ૯ વર્ષ ઉપરાંત થી ભાવિકાબેન મહેશભાઈ નાગદેવ દ્વારા શહેરા સિંધી સમાજના લોકોને શિક્ષણ આપવામાં આવે છે જેમાં પરણીત સ્ત્રીઓ પણ શિક્ષણ માટે આવે છે.

ત્યારે રવિવારના રોજ શહેરાની શિશુ મંદિર ખાતે વડોદરાથી આવેલા સુનિતાબેન વાસવાણીની નિરીક્ષતા હેઠળ અને વર્ગમાં સુપરવાઈઝર વનિતા લુહાણા, દિવ્યા આસવાણી અને જયશ્રી નાગદેવની ઉપસ્થિતિ વચ્ચે 40 જેટલા સિંધી સમાજના પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી.સિંધી માતૃભાષાનો વિકાસ કરવા આ આયોજિત કરાયેલી પરીક્ષાના કાર્યક્રમમાં ભોજુમલ મેઘવાણી અને મહેશભાઈ વિશ્વાણીએ પણ પ્રેરક હાજરી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો