ચૂંટણી રદ:નાંદરવાના સરપંચના ઉમેદવારનું મોત નિપજતાં ચૂંટણી રદ કરાઈ

શહેરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઉમેદવારનું હૃદય રોગના હુમલાથી મૃત્યુ થયું હતું

નાંદરવા ગ્રામ પંચાયતની ચુંટણીમાં સરપંચ પદ માટે તા. 4ના રોજ ભરતભાઈ શંકરભાઈ પટેલે પોતાની ઉમેદવારી નોંધાવી હતી, ત્યારબાદ ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ બાદ ચિત્ર સ્પષ્ટ થયું હતું.જેમાં નાંદરવા ગ્રામ પંચાયતના સરપંચ પદ માટે ભરતભાઈ પટેલ, બહાદુરસિંહ સોલંકી, પ્રભાતસિંહ પટેલ, સંજય રાઠોડ અને રમેશભાઈ બારીયા એમ પાંચ ઉમેદવારો ચૂંટણી જંગમાં હતા. ત્યારે ચુંટણી યોજાવાને ગણતરીના દિવસો બાકી છે

ત્યારે દરેક ઉમેદવાર મતદારોને રીઝવવા માટે તમામ પ્રયત્નો કરી રહ્યાં હતાં એવા સંજોગોમાં સરપંચ પદના ઉમેદવાર ભરતભાઈ પટેલ પણ ચૂંટણી જંગમાં જીત મેળવવા પૂરજોશમાં પ્રચાર કરી રહ્યા હતા ત્યારે ગત તા.૧૩મી ડિસેમ્બરે તેમણે અચાનક ચક્કર અને છાતીમાં દુખાવો ઉપડતાં ગોધરા ખાતેની ફખરી હોસ્પિટલમાં સારવાર મેળવી હતી અને ઘરે પહોંચ્યા બાદ તબિયત વધુ બગડતા બરોડા રિધમ હોસ્પિટલ પહોંચે તે પહેલા હદય રોગના હુમલાથી તેમનું મોત નિપજ્યું હતું.

ગામમાં યુવાન અને ગામમાં કઈક સેવાઓ કરી બતાવવાના સ્વપ્નો વચ્ચે દુ:ખદ અવસાનની જાણ થતાં મોટી સંખ્યામાં લોકો સ્મશાન યાત્રામાં જોડાયા હતા.જોકે પરિવારમાં મુખ્ય મોભી ગુમાવતા પરિવાર શોક મય બન્યો હતો અને સમગ્ર ગામમાં રાજકારણના ગરમાવા વચ્ચે શોક છવાયો હતો. બીજી તરફ ચુંટણીના માહોલ વચ્ચે સરપંચ પદના ઉમેદવારનું મોત થતાં આ બાબતને ધ્યાને લઈ નાંદરવા ગ્રામ પંચાયતના સરપંચની ચૂંટણી રદ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...