દુર્ઘટના:વાડીમાં ગ્રેનાઈટ પથ્થરની માઇન્સમાં મશીનનું બકેટ વાગતાં મજૂરનું મોત

શહેરા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • મારા દીકરાને મારી નાખવામાં આવ્યો છે- મૃતકના પિતાનો આક્ષેપ

શહેરા તાલુકાના વાડી વલ્લભપુર ગામે ગ્રેનાઈટ પથ્થરનો ભરમાર રહેલો છે. જેમાં ભૂસ્તરશાસ્ત્રી દ્વારા ત્રણ જેટલી લીઝો ભાડા પેટે આપવામાં આવેલી છે. જેમાં ભૂસ્તર શાસ્ત્રીના નિયમ પ્રમાણે તેમને ખોદકામની પરવાનગી આપવામાં આવેલી છે. જેમાં ખોદકામમાં બહાર રાજ્યના શ્રમજીવી લોકોને બોલાવી ખોદકામ કરવામાં આવતી હોય છે. જ્યારે આ ખોદકામ દ્વારા અવાર નવાર શ્રમજીવીઓના મૃત્યુ પણ થાય છે.

આવો જ એક દાખલો બે દિવસ પહેલાં બન્યો હતો. જેમાં વાડીની એક ગ્રેનાઈટ પથ્થરની લીઝમાં એક શ્રમજીવી હિટાચી મશીનની બાજુમાં કામ કરી રહ્યો હતો. ત્યારે હિટાચી મશીન ચલાવનાર ડ્રાઈવર દ્વારા બકેટ વાગી જતાં તેને ગંભીર રીતે ઇજા થઇ હતી. આથી તાત્કાલિક તેને ગોધરા દવાખાને લઈ જવામાં આવ્યા હતા. પરંતુ ત્યાં તેનું મૃત્યુ થયું હતું. જ્યારે આ સમગ્ર ઘટનાની વાત તેમના પિતાને કરવામાં આવી ત્યારે તેઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે મારા દીકરાને મારી નાખવામાં આવ્યો છે. જ્યારે સત્ય શું છે તે તો પોલીસની તપાસમાં બહાર આવશે.

વધુમાં ગ્રામજનોનું કહેવું છે કે આ લીઝો પરથી એક રોયલ્ટી પાસ હોય અને 10 ગાડી ભરી ગ્રેનાઈટ પથ્થર લઈ જવાય છે. જેના કારણે ગામના રોડ રસ્તાઓ ખાડાઓમાં તબદીલ થઈ ગયા છે. જો આ સમગ્ર જગ્યાનું ભૂસ્તર શાસ્ત્રી દ્વારા માપણી કરી દિવસની કેટલી રોયલ્ટી પાસ નીકળે તેનું માપણી કરી સર્વે કરવામાં આવે તો બહુ મોટું કૌભાંડ બહાર આવે તેવી શક્યતાઓ રહેલી છે. આ ઉપરાંત આ માઇન્સોના કારણે ઘોંઘાટ તથા પ્રદૂષણ પણ વધુ ફેલાઈ રહ્યું હોવાથી જોખમ સેવાઇ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...