તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાણીનો ધરખમ વેડફાટ:શહેરામાં સિંધી ચોકડી પાસે પાનમની પાઇપ લાઇનમાં ભંગાણ

શહેરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોટર બળી જવાથી શહેરામાં બે દિવસ દરમિયાન પાણી બંધ હતું

હાલ મધ્ય ગુજરાત સહિત સમગ્ર ગુજરાતમાં નહિવત વરસાદ પડતા ડેમોમાં પીવાના પાણીનો સંગ્રહ કરી ખેડૂતોને સિંચાઈ માટે પાણી નથી આપવામાં આવતું ત્યારે શહેરા નગરમાં સિંધી ચોકડી ચોકડીની પાસેથી પાનમની પાણીની લાઈન જે તે જગાએ જોડે છે તે તેમજ તાલુકાપચાયત સામે હાઈવે પાસે પાઇપ લાઈનમાં ભંગાણ સર્જાયું છે. જે ભંગાણથી પાણી વહીને જઈ રહ્યું છે.

જ્યારે બીજી તરફ શહેરા નગરના વિવિધ વિસ્તારોમા નગરપાલિકા દ્વારા બે દિવસ પાણી નહિ આવે તેવી જાહેરાત કરવામાં આવી હતી. જેમાં શહેરા નગરના ઘણા એવા વિસ્તારોમા પાણી વિકટ સમસ્યાથી હેડ પમ્પો પર ભીડ જોવા મળી હતી. જ્યારે બીજી તરફ ભંગાણ દ્વારા પાણીનો વેડફાટ થઇ રહ્યો છે. લાગતા વળગતા અધિકારીઓ દ્વારા આ ભગાણનુ સમાર કામ કરવામાં આવે તે જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...