તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખાતમુહૂર્ત:લાભી ગામે તળાવો ભરવાની યોજનામાં પાઇપલાઇન કામગીરીનુ ખાતમુહૂર્ત

શહેરા7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાનમ જળાશળ આધારિત તળાવો ભરવાની યોજના અંતર્ગત ઘર આંગણે સિંચાઈ સુવિધા મળશે

પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના પૂર્વપટ્ટીના ખેડુતોની સિંચાઇના પ્રશ્નોનુ નિરાકરણ લાવતી પાનમ જળાશય આધારીત ઉદવહન પધ્ધતિથી તળાવો ભરવાની યોજનાની પાઈપલાઈનની કામગીરીનુ ખાતમુર્હૂત લાભી ખાતે કરવામા આવ્યુ હતુ.

પાનમ જળાશય આધારિત ઉદવહન પધ્ધતિથી તળાવો ભરવાની યોજનાની પાઇપલાઇનની કામગીરીનુ ખાતમુર્હત લાભી ગામે ભાજપા તાલૂકા પ્રમૂખ મગનભાઈ પટેલીયાના હસ્તે કરાયું હતું. કાર્યક્રમના પ્રારંભમાં લાભી ગામના સરપંચ હરીશભાઈ બારીયા દ્વારા મગનભાઈ પટેલીયાનું ફુલહારથી સ્વાગત કરાયું હતુ, પાનમ સિંચાઈ યોજનાના અધિકારીઓએ પાઇપલાઈન કરવાની જગ્યાએ શાસ્રોક્ત વિધિ અને મંત્રોચ્ચાર સાથે પુજન અર્ચન કરી ખાતમુર્હત કર્યું હતું. ગામના સરપંચ હરીશભાઈ બારીયા,પાનમ યોજના વિભાગના અધિકારીઓ તેમજ યોજનાનું કામ કરનારી ઓફસોર ઇન્ફાસ્ટ્રકચર(મુંબઈ) પ્રોજેકટ મેનેજર દિપકસિંગ તેમજ ગ્રામપંચાયતના સભ્યો તેમજ ગ્રામજનો હાજર હતા.

તાલૂકાના પુર્વપટ્ટી વિસ્તારમાં સિંચાઈના પાણીને ખેડૂતોમાં વ્યાપક બુમો ઉઠતી હતી. બાદ શહેરાના ધારાસભ્ય જેઠાભાઇ ભરવાડને ખેડૂતો દ્વારા રજુઆત કરાતા ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડની સરકારમાં ધારદાર રજૂઆતથી યોજના સાકાર થઈ રહી છે. આ મહત્વકાક્ષી યોજનાનું જાન્યુઆરી મહિનામા મૂખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી દ્વારા મહેલાણ ખાતે ખાતમુર્હત પણ કરવામા આવ્યુ હતું. ખેડુતોને જે સિંચાઈના પાણીનો પ્રશ્ન આ ઉદવહન યોજનાથી નિરાકરણ પામશે અને ઘર આંગણે સિંચાઈની સુવિધાનો લાભ મળશે. ખેડૂતોની આવકમાં પણ વધારો થશે. લાભી ગામના લોકોમા પણ યોજનાનો લાભ મળવાનો હોવાનો કારણે ખૂશી વ્યાપી ગઈ હતી

અન્ય સમાચારો પણ છે...