તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:શહેરા - નાડા બાયપાસ રોડ પર માટી ભરેલું હાઈવા ડમ્પર ઝડપાયું, સ્થળ પર પહોંચી મામલતદારે કાર્યવાહી

શહેરાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
શહેરા નાડા બાયપાસ રોડ માટી ભરેલું હાઈવા ડમ્પર મામલતદાર દ્વારા ઝડપી પાડવામાં આવ્યું હતું. - Divya Bhaskar
શહેરા નાડા બાયપાસ રોડ માટી ભરેલું હાઈવા ડમ્પર મામલતદાર દ્વારા ઝડપી પાડવામાં આવ્યું હતું.
 • ડિટેન કરી મામલતદાર કચેરી મોકલ્યું

શહેરા નગરમા અણીયાદ ચોકડી વિસ્તારમાં નાડા બાયપાસ રોડને અડીને હાઈવા ડમ્પરની અંદર કોઈ જગ્યાથી માટી ભરીને જમીન સમથળ કરવામાં આવી રહી હોવાની માહિતી મામલતદાર મેહુલ ભરવાડને ખાનગી રાહે મળી હતી. મામલતદારે રોડને અડીને આવેલી જગ્યા કે જયાં માટી નાખવામાં આવી રહી છે.

ત્યા પહોંચી તપાસ હાથ ધરતા સ્થળ ખાતેથી હાઈવા ડમ્પર માટીથી ભરેલ મળી આવ્યુ હતું સાથે જેસીબી મશીન પણ મળી આવ્યું હતું. આથી મામલતદાર દ્વારા સ્થળ ખાતે ખનીજ વિભાગના નિયમોનું પાલન થઈ રહ્યુ ના હોવાથી જરૂરી કાર્યવાહી હાથધરીને માટી ભરેલ હાઈવા ડમ્પર અને જેસીબીને મામલતદાર કચેરી ખાતે લાવવામાં આવેલ હતું.આ જેસીબી મશીન અને હાઈવા ડમ્પર રાજકિય વગ ધરાવતા મહેન્દ્રનું હોવાનુ ડ્રાઇવર જાણવા મળ્યું હતુ. મામલતદાર મેહુલ ભરવાડ ની કડક કાર્યવાહીના પગલે ખનીજ ચોરોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો