તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના રસીકરણ:શહેરા TDO સહિત તા. પં.ના કર્મીઓને કોરોનાની રસી મુકાઇ

શહેરા19 દિવસ પહેલા
 • કૉપી લિંક

સમગ્ર દેશમાં વેક્સિનેશનનો પ્રારંભ કરવામાં આવ્યા બાદ પ્રથમ તબક્કામાં આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા અધિકારી તેમજ કર્મચારીઓએ વેક્સીનનો પ્રથમ ડોઝ મુકાવ્યો હતો,જ્યારે કોરોના વેક્સિનેશનના બીજા તબક્કામાં પોલીસ વિભાગ સહિતની વિવિધ કચેરીઓમાં ફરજ બજાવતા અધિકારીઓ તેમજ કર્મચારીઓને કોરોના વેક્સીનનો પ્રથમ ડોઝ શુક્રવારો આપવાનું શરૂ કરાયું હતું. ત્યારે શુક્રવારે જિલ્લાના શહેરામાં આવેલ સામુહિક આરોગ્ય કેન્દ્રના રસીકરણ કેન્દ્ર ખાતે શહેરા તાલુકા વિકાસ અધિકારી અંકિતા ઓઝાએ પણ કોવિશીલ્ડ વેક્સીનનો પ્રથમ ડોઝ મુકાવી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. સાથેસાથે તાલુકા પંચાયત કચેરીની વિવિધ શાખામાં ફરજ બજાવતા કર્મચારીઓએ પણ કોરોના વેક્સીનનો પ્રથમ ડોઝ મુકાવ્યો હતો.

આમ તાલુકા વિકાસ અધિકારી સહિત કચેરીના અન્ય ૭ જેટલા કર્મચારીઓએ કોરોના વેક્સિન મુકાવી હતી. જ્યારે બાકી રહેલ કર્મચારીઓ તબક્કાવાર રીતે વેક્સિનનો પ્રથમ ડોઝ મુકાવશે. જવાબદાર તંત્ર દ્વારા રસીથી થતી આડઅસર જેવી બાબતનો ડ઼ર દૂર કરી વધુ ને વધુ લોકો રસીકરણ માટે સ્વેચ્છાએ તૈયાર થાય તે માટે પ્રયત્ન કરવા જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો