તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શરૂઆત:અણીયાદ ક્લસ્ટરની શાળામાં બાળકલક્ષી વ્યક્તિગત શિક્ષણની શરૂઆત કરાઈ

શહેરા5 મહિનો પહેલા
 • કૉપી લિંક

કોરોના મહામારીના સમયે શાળાઓ બંધ છે પરંતુ શિક્ષણ નહીં. તે અંતર્ગત શહેરા તાલુકામાં સી.આર.સી.કૉ.ઓર્ડીનેટર અણીયાદ ભૂપેન્દ્રસિંહ સોલંકીના માર્ગદર્શન હેઠળ ક્લસ્ટરની અનિયાદ, બેઢા ફળીયા, ભવાની ફળીયા, બીડ ફળીયા, ગુવાલીયા, કવાલી, ખરેડિયા, લાલસરી, લક્ષ્મણપુરા, સિમલેટ વર્ગ કવાલી અને તીતા બારીઆના મુવાડા વગેરે તમામ પ્રાથમિક શાળાઓના શિક્ષકો દ્વારા હોમ લર્નિંગ અંતર્ગત વિદ્યાર્થીઓના ઘરે જઈ તેમની શીખવાની ક્ષમતા મુજબ એકમને અનુરૂપ વ્યક્તિગત શિક્ષણ આપવામાં આવે છે. પ્રત્યેક બાળકોને તેમની વય અને કક્ષા મુજબ બાળકેન્દ્રી શિક્ષણ આપવામાં આવે છે. તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી વિનોદ પટેલ અને બી.આર.સી.કો.ઓર્ડીનેટર શહેરા ડૉ.કલ્પેશ આર.પરમારે ક્લસ્ટરની શાળાઓની મુલાકાત લઈ ચાલતા વર્ગોની સમીક્ષા કરી તમામ શિક્ષકો દ્વારા હોમ લર્નિંગ અંતર્ગત કોવિડ-19ની ગાઈડલાઈન મુજબ નાના બાળકોને આપતા શિક્ષણને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા. બાળકો અને તેમના માતા પિતા કે વાલીઓને કોવિડ-19ની ગાઈડલાઈન મુજબ જાગૃતિ લાવવાનો સતત પ્રયત્ન શિક્ષણ પરિવાર દ્વારા કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો