તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
શહેરા તાલુકાના બામરોલી ગામના બરજોડ ફળિયામાં રહેતા રમેશચંદ્ર લક્ષ્મણભાઇ બરજોડ ફકત 18 વર્ષની ઉંમરે વર્ષ 1999માં સીમા સુરક્ષા દળમાં દેશ સેવાની નેમ સાથે જોડાયા હતા. વર્તમાન સમયમાં તેઓ બનાસકાંઠાના દાંતીવાડાની આર્મી 37 બટાલિયનમાં ફરજ નિભાવતા હતા.એક મહિના પહેલા સામાજિક કામર્થે તેઓ પોતાના ગામ આવ્યા હતા. ૩ ફેબ્રુઆરીના રોજ તેઓની રજા પૂર્ણ થતાં ફરજ પર હાજર થવા સવારે પોતાના ઘરેથી બનાસકાંઠાના દાંતીવાડા ખાતે પહોંચ્યા હતા.
જ્યા રાત્રીના પરેડ દરમિયાન તેઓને અચાનક ચક્કર આવતાં તેઓ ત્યાં જ ફસડાઈ પડ્યા હતા. સાથી જવાનોને તાત્કાલિક તેઓને સરકારી દવાખાને ખસેડયા હતા. જ્યા ફરજ પરના તબીબે તેઓને મૃત ઘોષિત કર્યા હતા. બનાવની જાણ ઉપરી અધિકારીઓને થતા તેઓ પણ ત્યાં પહોંચ્યા હતા.
અને મૃતક જવાન રામેશચંદ્રના પરિવારજનોને જાણ કરવામાં આવતાં તેમના ભાઈ અને પરિવારના અન્ય સભ્યો ત્યાં પહોંચતા તેઓની હાજરીમાં પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યું હતું.તેઓના મૃત્યુ બાદ પરિવારમાં તેઓ તેમની પત્ની અને ત્રણ બાળકો ને વિલાપ કરતા મૂકી ગયા છે.મળતી માહિતી પ્રમાણે તેઓનો મૃતદેહ ગુરુવારની રાત્રીના તેઓના માદરે વતન આવી પહોંચશે અને શુક્રવારના સવારે પૂરાં લશ્કરી સમ્માન સાથે અંતિમ વિધિ કરવામાં આવનાર છે.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.