તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:શહેરા તાલુકા વિકાસ અધિકારીની કાર્યપદ્ધતિ સામે ભાજપ પદાધિકારીઓનો ખુલ્લો વિરોધ

શહેરા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
ભાજપ પદાધિકારીઓએ વિરોધ કરાયો હતો - Divya Bhaskar
ભાજપ પદાધિકારીઓએ વિરોધ કરાયો હતો
  • ના. વિકાસ અધિકારીને આવેદન, ટીડીઓ વિરુદ્ધ સૂત્રોચ્ચાર સાથે હાય હાય બોલાવી

શહેરા તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધીકારીની કાર્યપઘ્ધત્તી સામે શહેરા તાલુકા ભાજપના પદાધિકારીઓ દ્વારા ઉહાપોહ કરવામાં આવ્યો હતો.જેમાં લાભાર્થીઓને સમયસર તેઓના મનરેગા યોજના હેઠળ મળતું વેતન નહતું મળતું.એ સમયે પણ તેઓ વિરુદ્ધ જિલ્લામાં રજુઆત કરવામાં આવી હતી.

જો કે ત્યારબાદ પણ પરિસ્થિતિ એની એજ રહેતા ગુરુવારના રોજ શહેરા તાલુકા ભાજપ પ્રમુખ મગનભાઈ પટેલિયા ની અધ્યક્ષતા તેમજ શહેરા ધારાસભ્ય જેઠાભાઇ ભરવાડના પી.એ રણવીરસિંહ સાથે તાલુકા પંચાયત સભ્યો,જિલ્લા પંચાયત સદસ્યો,સરપંચો સાથે અન્ય ભાજપ પદાધિકારીઓ એ તાલુકા પંચાયત કચેરી પટાંગણમાં શહેરા તાલુકા વિકાસ અધિકારી અંકિતા ઓઝા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. જેમાં “તાલુકા વિકાસ અધિકારી તેરી તાનશાહી નહીં ચલેગી” ભ્રષ્ટાચાર બંધ કરો જેવા સુત્રો પોકાર્યા હતા.

ભાજપ પદાધિકારીઓ અને સરપંચ દ્વારા એક આવેદનપત્ર જિલ્લા નાયબ વિકાસ અધિકારી રાઠવાને આપવામાં આવ્યું હતું. જેમાં તાલુકા વિકાસ અધિકારી ઓઝા સામે ખુલ્લો આક્ષેપ કરવામાં આવ્યો છે તેઓ દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજનાના હપ્તા ચુકવવામાં આવતા નથી,મ ન રે ગા યોજના હેઠળ શ્રમિકોને વિવિધ કામોના મસ્ટરો અને બિલની ચૂકવણી તેઓના મળતીયા સાથે મળી 5% પૈસાનો ભ્રષ્ટાચાર કરી જે આપે તેવા અરજદારોને ચુકવણું કરે છે સાથે જ નવા કામોના એસ્ટીમેન્ટમાં પણ રૂપિયા લઈ સહીઓ કરવામાં આવે છે,સ્વચ્છતા અભિયાન હેઠળ વ્યક્તિગત શૌચાલય બનાવેલા છે.

તેના નાણાં પણ 1 વર્ષ થયું પણ ચૂકવાયા નથી,સરકારની તમામ યોજના હેઠળના વિકાસના કામો તેમજ સહાયના કામોના ચુકવણું થતું નથી, શહેરા તાલુકામાં કાચા મકાનો ધરાવતા લાભાર્થીઓને આવાસો મંજુર કરવામાં ગેરરીતિ આચરતા હોવાનું અને મોટા પાયે ભ્રષ્ટાચાર ચાલતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.તદુપરાંત કોરોના મહામારીમાં શહેરા તાલુકામાં કેટલાય લોકોના કોરોનાના કારણે મૃત્યુ થયું હોવાના ઉલ્લેખ સાથે તાલુકા વિકાસ અધિકારી દ્વારા કોઈ પણ ગામડાની મુલાકાત કે સર્વે કરવામાં આવ્યો નથી.

આથી આવા બેદરકાર અધિકારીની તાત્કાલિક બદલી કરવામાં આવે ની માંગ ઉઠવા પામી છે અને બદલી નહીં કરવામાં આવે તો આવનાર સમયમાં ભાજપ પદાધિકારીઓ ગ્રામજનો,શ્રમિકો દ્વારા તાલુકા પંચાયત કચેરીને તાળાબંધિ કરવામાં આવશે અને ભૂખ હડતાળ પર ઉતરવામાં આવશે.

આક્ષેપો તદ્દન પાયાવિહોણા છે
તેઓની સામે થયેલા આક્ષેપો તદ્દન પાયાવિહોણા છે.તેઓની પાસે સાબિતી છે નહીં અને અત્યાર સુધીમાં વિકાસના કામોના સમયસર નાણાં ચુકવવામાં આવ્યા છે.વર્તમાન સમયમાં સાડા 7000 મજૂરો PMYR હેઠળ કામ કરી રોજગારી મેળવી રહ્યા છે. -અંકિતા ઓઝા, શહેરા ટીડીઅો

અન્ય સમાચારો પણ છે...