તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:શહેરા તાલુકા પ્રાથમિક શૈક્ષિક અને સંઘના કલ્યાણનિધમાંથી સહાય આપવામાં આવી

શહેરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
શહેરા તાલુકા પ્રાથમિક શૈક્ષિક અને શિક્ષક સંઘના કલ્યાણનીધી માંથી મૃતક શિક્ષકના પરિવારને સહાય ચુકવવામાં આવી - Divya Bhaskar
શહેરા તાલુકા પ્રાથમિક શૈક્ષિક અને શિક્ષક સંઘના કલ્યાણનીધી માંથી મૃતક શિક્ષકના પરિવારને સહાય ચુકવવામાં આવી
  • 4 શિક્ષકોનું અવસાન થતાં પરિવાર દીઠ 1.05 લાખની સહાય
  • 6 લાખની સહાય આપી : શહેરા તાલુકા શિક્ષણ પરિવાર વતી એક નવી પહેલ

શહેરા તાલુકા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ અને શિક્ષક ઘટક સંઘ ના સંયુક્ત પ્રયાસો થી શહેરા તાલુકાના શિક્ષણ પરિવારના કોઈ સભ્યનું અવસાન થાય ત્યારે નજીકના સમયમાં પરિવારને આર્થિક રીતે મદદરૂપ થવા માટે શહેરા તાલુકાના શિક્ષકો દ્વારા મૃતક દીઠ 100/- રૂપિયાનો ફાળો એકત્ર કરવામાં આવે છે. જેમાં કુલ તાલુકાના 1500 શિક્ષકો આ કલ્યાણનીધીમાં પોતાનું યોગદાન આપે છે. તારીખ 25/6/2021 ના રોજ શહેરા તાલુકાના અવસાન પામેલા ચાર શિક્ષકોના પરિવારને રૂા.1,50,000 જેટલી રકમ દરેક પરિવારને એમ કુલ 6,00,000 ફાળો શહેરા શિક્ષણ પરિવાર વતી મદદ કરેલ છે.

જેમા પટેલ સુરેન્દ્રભાઈ ધુળાભાઈ આ.શિ. બિલીથા ૧ શાળા(વતન-ઢેસીઆ), સોલંકી રાજેન્દ્રસિંહ નટવરસિંહ આ. શિ. બિલીથા 2 પ્રા શાળા ( વતન - બોરડી), વણકર બાબુભાઈ કાળાભાઈ આ. શિ. બોડીદ્રાખુર્દ પ્રા શાળા (વતન - આગરવાડા), પટેલ ભરતભાઇ લાલાભાઈ આ.શિ.ડાંગરિયા પ્રા શાળા કોરોના મહામારીમાં ચાલુ નોકરીએ અવસાન પામેલ છે.તમામ પરિવારોના વતનમાં જઈ આ નિધિ એમના પરિવારોને અર્પણ કરવામાં આવે છે.

તારીખ 25-6-2020 ના રોજ શહેરા પ્રાથમિક શૈક્ષિક સંઘ અધ્યક્ષ મિતેશભાઈ પટેલ, મંત્રી અમિતકુમાર શર્મા.ઘટક સંઘ પ્રમુખ અનોપસિંહ મંત્રી વિનોદભાઈ, શહેરા બી.આર.સી.ડો. કલ્પેશભાઈ તેમજ બંન્ને માન્ય સંગઠનના હોદ્દેદારો અને શિક્ષકોએ અવસાન પામેલ શિક્ષકોના વતનમાં જઇ આ રાશિ અર્પણ કરેલ છે. છેલ્લા 2 વર્ષ થી શહેરા શિક્ષણ પરિવાર દ્વારા આ સેવાકાર્ય અવિરત પણે ચાલુ છે.

અન્ય સમાચારો પણ છે...