તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:નવીવાડીમાં પાણીની સમસ્યાથી TDOને આવેદન

શહેરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઉંચો વિસ્તાર હોવાથી વણાકબોરી પાણી પુરવઠા યોજનાનું પાણી પહોંચતું નથી
  • સ્થાનિક જાગૃત મહિલાઓ સાથે વિરોધ પક્ષના નેતા જસવંતસિંહ હાજર રહ્યાં

શહેરા તાલુકાના નવીવાડી ગામમાં પાણીની વિકટ સમસ્યા સર્જાઈ છે. ગામના ભોઈ ફળિયા, યોગેશ્વર ફળિયુ, મુવાડી ફળિયું ,જુલિયા ફળિયાના લોકોને વણાકબોરી પાણી પુરવઠા યોજનાનું પાણી નહી મળતા પીવા માટે અને ઘર વપરાશનું પાણી લેવા માટે હેન્ડ પંપ કે કૂવાના ખાતે જતા હોય છે. પાણીની સમસ્યાને લઈને આ વિસ્તારના જાગૃત ગ્રામજન દ્વારા ગ્રામ પંચાયત કચેરી ખાતે પણ જાણ કરવામાં આવી હતી.

યોગેશ્વર ફળિયા સહિત ચાર ફળિયામાં પાણીની સમસ્યા હલ નહી થતા વનીતા બેન, કૈલાશબેન માછી તેમજ અલ્પાબેન સહિત અન્ય ગ્રામજનો વિરોધ પક્ષના નેતા જશવંતસિંહ સોલંકી સાથે તાલુકા પંચાયત કચેરી ખાતે રજૂઆત માટે આવ્યા હતા. તાલુકા વિકાસ અધિકારી અંકિતા બેન ઓઝાને વનીતાબેન, કૈલાશ બેન સહિતની મહિલાઓ તેમજ વિરોધ પક્ષના નેતા જે.બી. સોલંકીએ પાણીની સમસ્યાને લઈને લેખિત અને મૌખિક રજૂઆત કરી હતી. જ્યારે આ બાબતે નવીવાડી ગામના સરપંચ ઉર્મિલાબેન રાજેન્દ્રસિંહ સોલંકીને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે જે વિસ્તારમાં પાણી સમસ્યાની બૂમ ઉઠી છે. તે વિસ્તાર ઊંચો હોવાથી વણાકબોરી પાણી પુરવઠા યોજનાનું પાણી પહોંચતુ નથી. તલાટી દ્વારા અને સરપંચ તરીકે મારી ફરજ હોવાથી પાણી પુરવઠા કચેરી ખાતે આ બાબતે જાણ કરાઇ છે.

હાલ તો આ વિસ્તારના લોકો પાણી સમસ્યા માથાના દુખાવા સમાન બનવા સાથે પાણી ભરવા માટે દૂર સુધી જવાની નોબત આવી છે. ત્યારે સ્થાનિક ગ્રામ પંચાયત અને પાણી પુરવઠા તંત્ર દ્વારા ગામના યોગેશ્વર ફળિયા સહિતના વિસ્તારમાં પાણીની બૂમો ઉઠી છે. ત્યારે આ વિસ્તારની પાણીની સમસ્યા વહેલી તકે હલ થાય તે જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...