તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:શહેરા તથા હાલોલમાં ચારણ ગઢવી સમાજ દ્વારા મામલતદારને આવેદન

શહેરાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
શહેરા તથા હાલોલમાં ચારણ ગઢવી સમાજે મામલતદારને આવેદન અાપ્યુ હતું , - Divya Bhaskar
શહેરા તથા હાલોલમાં ચારણ ગઢવી સમાજે મામલતદારને આવેદન અાપ્યુ હતું ,
 • સમાઘોઘાના યુવાનો સાથે પોલીસની કામગીરી સામે વિરોધ નોંધાવ્યો

કચ્છ જિલ્લાના મુન્દ્રા તાલુકાના સમાઘોઘા ગામે રહેતા બે યુવાનો પર ત્યાંની પોલીસ દ્વારા અમાનુષી અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો. ત્યાર બાદ તેઓને દવાખાનામાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. જેમાં બંને યુવાનોના સારવાર દરમિયાન મોત નીપજ્યા હોવાનું અને બંને પરિવારો દ્વારા પોલીસ પર આરોપ મુકવામાં આવ્યો હતો કે તેઓના મારના કારણે બંનેના મોત નીપજ્યા છે. ઘટનાની જાણ સમગ્ર ગુજરાતમાં વસવાટ કરતા ચારણ ગઢવી સમાજમાં ફેલાતા પોલીસ પ્રત્યે ભારોભાર ગુસ્સો અને ધિક્કાર ફેલાયો હતો. જે અંતર્ગત શહેરામાં બુધવારના રોજ આઈશ્રી સોનલ ચારણ ગઢવી સમાજ (પંચમહાલ) દ્વારા અખિલ ભારતીય ચારણ ગઢવી સમાજના પંચમહાલ જિલ્લાના પ્રમુખ ડૉ ભરતદાન ગઢવી, અખિલ ભારતીય ચારણ ગઢવી મહાસભા પ્રદેશ ઉપાધ્યક્ષ લાલાભાઈ ગઢવી તેમજ શહેરા તાલુકા ચારણ ગઢવી સમાજના પ્રમુખ કમલેશભાઈ ગઢવીની અગુવાઈમાં ૧૦ ગામના ચારણ ગઢવી સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહી પોલીસ દ્વારા ગુજારાયેલા અમાનુષી અત્યાચારમાં પોતાના પ્રાણ ગુમાવનાર બંને યુવાનોને ન્યાય મળી રહે અને જલ્દી થી જલ્દી જવાબદાર પોલીસ અધિકારી અને અન્ય પોલીસ કર્મીઓ કે જેઓની ઘટનામાં સંડોવણી છે.

તેમની ધરપકડ કરી કડકમાં કડક સજા થાય તે માટેનું આવેદનપત્ર શહેરા મામલતદાર મેહુલ ભરવાડને આપવામાં આવ્યું હતું. જેમાં મામલતદાર મેહુલ ભરવાડે તેઓની લાગણી અને માંગણીને ઉપર સુધી પહોંચાડવાની ખાતરી આપી હતી. તથા હાલોલ મામલતદાર કચેરી ખાતે ચારણ સમાજના આગેવાનોની હાજરીમાં મામલતદારને આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે હાલોલ ચારણ અને માલધારી સમાજ લોકશાહી માટે કલંકરૂપ બનેલ ઘટનાનો ઘેરો વિરોધ કરી આ ઘટનાને સખ્ત શબ્દોમાં વખોડી હતી.

સમાઘોઘા પોલીસ ખાતા દ્વારા અમાનુષી અત્યાચાર કરી ચારણ સમાજના બે યુવાનોને બેરેહમીપૂર્વક માર મારી મોતને ઘાટ ઉતારવાની ઘટનામાં મરણ ગયેલ ચારણ સમાજના બંન્ને યુવાનોના પરિવારો પ્રતિ સંવેદના વ્યક્ત કરી દોષીતો સામે કડક માં કડક પગલાં ભરી તેઓને તાત્કાલિક સજા કરી બંન્ને યુવાનોના પરિવારજનોને ન્યાય અપાવવા માંગણી કરી હતી. તેમજ આગામી દિવસોમાં આરોપીઓને પકડી સજા કરવામાં નહી આવેતો ગાંધી ચીંધ્યા માર્ગે ન્યાય માટે આંદોલન કરવાની ફરજ પડશે.નું આવેદનપત્ર માં જણાવ્યું છે.

લુણાવાડામાં કલેકટરને આવેદન આપી આરોપીઓને પકડવા રજૂઆત કરાઇ
કચ્છના મુન્દ્રામાં પોલીસ અત્યાચારને કારણે ગઢવી સમાજના બે યુવાનોના મૃત્યુ થતા સમગ્ર ચારણ સમાજમાં રોષ ફેલાતા રાજ્યભરમાં આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાવિરોધ સાથે આવેદન પાઠવીને રજૂઆત કરવામાં આવી રહી છે. બુધવારના રોજ લુણાવાડા ખાતે અખિલ ભારતીય ચારણ-ગઢવી મહાસભાના પ્રમુખ પ્રહલાદ સિંહ ચારણ, અખિલ ભારતીય ચારણ ગઢવી, મહાસભાના ઉપાધ્યક્ષ લાલાભાઇ ગઢવી, સમાજના શિક્ષિત આગેવાન વિમલભાઈ ગઢવી તેમજ સમાજના યુવાનોએ અેકત્ર થઈ મહીસાગર કલેકટર ને આવેદન આપી આરોપીઓને તાત્કાલિક પકડી ગઢવી સમાજને ન્યાય આપવા રજૂઆત કરેલ છે.

તેમજ પોલીસના અત્યાચારનો ભોગ બનેલ આ મૃતક ગઢવી પરિવારોને સરકાર દ્વારા સહાય કરવામાં આવે તે સહિતની મહીસાગર ગઢવી સમાજ દ્વારા માંગ કરવામાં અાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો