તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હુમલો:શહેરા બસ ડેપોના પ્રવેશદ્વાર પાસે જ અસામાજિકોનો એસટી કર્મી પર હુમલો

શહેરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાઇક વ્યવસ્થિત ચલાવાનું કહેતાં હુમલો, લોકો દ્વારા પોલીસ પોઇન્ટની માગ

લુણાવાડા ગોધરા લોકલ બસમા કંડક્ટર તરીકે ફરજ હરીશચંદ્ર સોલંકી શનિવારની સવારમાં સાડા નવ વાગ્યે ગોધરા તરફ જઈ રહયા હતા. ત્યારે મુસાફરોને લેવા માટે શહેરા બસ સ્ટેશનના પ્રવેશદ્વાર પાસે તેઓની બસ પ્રવેશ કરતા એક ઈસમ બાઇક લઇને ઇકો કાર અને બસની વચ્ચેથી ખોટી રીતે પ્રવેશ કરવા જતા હરીશચંદ્રએ બાઇક ચાલકને યોગ્ય રીતે બાઇક ચલાવવા માટે કહેતા બાઇક ચાલકે આવેશમાં આવી બિભસ્ત ગાળો બોલવા માંડી હતી.

બસના કંડકટરે બાઇક ચાલકને ગાળો બોલવાની ના પાડતા વધુ ઉશ્કેરાઈ જઈને પોતાની પાસે રહેલી છત્રી વડે માર મારવા લાગ્યો હતો. તે દરમિયાન આજુબાજુ માંથી બીજા પાંચ સાત જેટલા ઈસમો દોડી આવીને બસની અંદર ચડી જઈને બસના કંડકટર હરિશચંદ્રને ગડદા પાટુનો માર મારવા લાગ્યા હતા. ત્યારે ઝપાઝપી વખતે તેઓના ટી શર્ટનું ખિસ્સુ ફાડી જતા બસની ટ્રીપની જે કેસ હતી તે બસમા પડી જતા મુસાફરોએ ભેગી કરીને પરત આપી હતી. ત્યાર બાદ કંડક્ટરે શહેરા ડેપોના ટિસી તથા લુણાવાડા ડેપોના મેનેજરને જાણ કરાતા તેઓ પણ તાત્કાલિક પોલીસ મથક ખાતે આવી પહોંચ્યા હતા. અને જરૂરી કાર્યવાહી માટે માર્ગદર્શન આપેલ હતુ. બસ કંડક્ટરે કમાલુદ્દીન હમીદ શેખ,માહિર મોહ્યુદ્દીન શેખ, મોહસીન મોહ્યુદિન શેખ, અહેમદ મહંમદ શેખ(છકડા વાળો), શકીલ યુસુફ શેખ, વસીમ યાકુબ શેખ તમામ રહે શહેરા તેમજ બીજા જુવાન છોકરા ઓ કે જેઓના નામ ઠામ જાણવા મળેલ નથી. તેઅો સામે શહેરા પોલીસ મથકે ફરિયાદ નોધાઇ હતી. ફરીયાદના આધારે પોલીસ દ્વારા અસામાજીક તત્વોની સગડ મેળવી તમામને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...