લોકાર્પણ:શહેરા ખાતે શૈક્ષણિક વીડિયોનું લોકાર્પણ કરાયું

શહેરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

શહેરા તાલુકામાં અને સમગ્ર ગુજરાત રાજ્યમાં નબળી આર્થિક સ્થિતિ ધરાવતા વિદ્યાર્થી ધોરણ-૧૨ સુધી અભ્યાસ પૂર્ણ કરી શકે તથા માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં ડ્રોપ આઉટ રેટ ઘટે તે હેતુથી ધોરણ - ૮ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ યોજના MHRD ન્યુ દિલ્હી દ્વારા અમલમાં મુકવામાં આવેલ છે.

તેમાં આપવામાં આવેલ સિલેબસના તમામ એકમો ની પરીક્ષામાં પુછાયેલ પ્રશ્નોના તમામ સોલ્યુશન બી.આર.સી.શહેરા ડૉ. કલ્પેશ પરમારના માર્ગદર્શન હેઠળ વાંટા વછોડા પ્રાથમિક શાળાના આસિસ્ટન્ટ શિક્ષક ચિરાગ પ્રજાપતિ દ્વારા તૈયાર કરવામાં આવેલ છે.બી.આર.સી. કૉ.ઓર્ડીનેટર શહેરાએ જણાવ્યું હતું કે આ શૈક્ષણિક વિડિયોના માધ્યમથી સમગ્ર ગુજરાતના બાળકોને નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ યોજનામાં ઈન મેરીટમાં આવી નિયમ મુજબ વાર્ષિક 12 હજાર પ્રમાણે ધો.9થી 12 સુધી ૪૮ હજારનો લાભ મેળવવામાં મદદરૂપ થશે.

અન્ય સમાચારો પણ છે...